કૃષિ સેન્ટર માટેની રાહત, પ્રોત્સાહનની જાહેરાતથી ખેડૂતો ખુશખુશાલ: લોનની ચુકવણીમાં ૬ મહિનાની મુદત આપતા ખેડૂતોમાં રાહત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૪ ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં કરાયેલા ૫૦થી ૮૩ ટકા સુધીના વધારાનો ખેડૂત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત ખેડૂતોને ટૂંકી મુદ્દતની લોનની ચુકવણી કરવાનો સમય ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો અને કૃષિ સેકટવ માટેની અઢળક જાહેરાતોથી ખેડૂતોને ચોકકસ રાહત મળશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કૃષિ, એમએસએમઇ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે મંજૂર કરાયેલા વિવિધ પ્રોત્સાહનોને આવકારતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૪ ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં કરાયેલા ૫૦ થી ૮૩ ટકા સુધીના વધારાનો ખેડુતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તે સરાહનીય છે, ખેડૂતોને ટૂંકી મુદત નથી લોન નથી ચુકવણી કરવાનો સમય ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને ચોક્કસપણે રાહત મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઇને લગતી કરાયેલી વિવિધ જાહેરાતો ચોક્કસપણે એમએસએમઇના આર્થિક વિકાસને વેગ આપશે, લાખો લોકોને રોજગારી પૂરી પાડી અર્થવ્યવસમાં મહત્વનો ભાગ ભજવતા એમએસએમઇ મજબૂત બનશે.

કેન્દ્ર સરકારે ખેડૂતોની ઉપજના દોઢ ગણા વધુ  ભાવે ચુકવવાનું વચન પાવ્યું: ચેતન રામાણી

chetan ramani

રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય કૃષિપ્રધાન તોમર દ્વારા જે ૧૪ ખરીફ પાક માટેના ટકાના લઘુતમ ભાવમાં વધારો કરવામા આવ્યો તે નિર્ણયને આવકારી અભિનંદન પાઠવે છે. રામાણીએ વીગતવાર જણાવતા કહ્યુ હતુ કે, મોદી સરકારે ૧૪ ખરીફ પાક માટેના ટેકાના લઘુતમ ભાવમા ૫૦%થી ૮૩% સુધીનો વધારો કર્યો છે. તેમના ટેકાના ભાવમા ૫૩ રૂ.થી લઇને ૨૭૫ રૂ.નો વધારો કર્યો છે ને સાથે સાથે ખેડૂતો માટેની રૂ.૩ લાખ સુધીની લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામા આવશે તેમજ જો તે સમયસર ચુકવે તો મુદ્દલ રકમમા ૨% અને વ્યાજ ૩% રાહતની સ્કીમ ૩૧ ઓગસ્ટ સુઘી લંબાવાઇ છે જેનો લાભ દેશના ખેતી પર નભતા પપ કરોડ લોકોને થશે.

ખેડૂત હિતના નિર્ણયને જિલ્લા ભાજપ આગેવાનોનો આવકાર

કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અઢળક રાહતો અને પ્રોત્સાહનો મંજુર કરીને ૧૪ ખરીફ પાક માટેના ટેકાના લઘુતમ ભાવમાં તોતિંગ વધારો કરતા રાજકોટ જિલ્લા ભાજપા સંગઠન પ્રભારીપ્રકાશભાઈ સોની, પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા તા કુંવરજીભાઈ બાવળિયા, સાંસદમોહનભાઈ કુંડારિયા તા રમેશભાઈ ધડુક, ધારાસભ્યશ્રીઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ ઉપરોક્ત  જાહેરાતને આવકારતા વડાપ્રધાનતા કેન્દ્રના કૃષિપ્રધાન તોમર, રાજ્યકક્ષાના કૃષિમંત્રીપરસોતમભાઈ રૂપાલાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સરકારએ ખેડૂતોને તેમની ઉપજના દોઢ ગણા ભાવ વધુ ચુકવવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ તા ખેડૂતો અને કૃષિકારોમાં આનંદની ખુશાલી છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.