અંધ મહિલા વિકાસ ગૃહ અને બહેરા-મૂંગા શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન અપાયું
એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ તથા વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અને વિરાણી બહેરા-મુંગા શાળાના બાળકોને સ્વાદિષ્ટ ભોજન કરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ તકે જિલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા અને મહામંત્રી ભાનુભાઈ મેતાએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવનપત્ર પર ચાલીને આજે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તમામ વર્ગો, સમાજોને, મેડિકલ, શિક્ષણ, રાશન ઉત્કૃષ્ટ અને સારું મળી રહે તેવા અનેકવિધ પગલાઓ લઈને લોકોને સારી સેવા આપી છે. ઉપરાંત ૩૭૦ કલમ ૩૫-એ હટાવીને કાશ્મીરમાં શાંતિ સ્થાપી તથા સીએએના કાયદાથી બહારથી આવેલા લોકોને તેમને ભારતની નાગરિકતા મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયા, જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જિલ્લા ઉપપ્રમુખ મનસુખભાઈ રામાણી, જિલ્લા મંત્રીઓ વિનુભાઈ પરમાર તથા સતીશભાઈ ભીમજીયાણી, તાલુકા પ્રમુખ વલ્લભભાઈ સેખલિયા, પૂર્વ મહામંત્રી ચંદુભાઈ શિંગાળા, ડી.કે.બલદાણીયા, હિરેનભાઈ જોશી, નિલેશભાઈ દોશી, અરુણભાઈ નિર્મળ, રજનીભાઈ સખીયા, મનોજભાઈ અકબરી, દીપકભાઈ મદલાણી, રીતેશભાઈ પરસાણા, મોહિતભાઈ ધ્રુવ, નિશિતાબેન ગોંડલીયા, દિનેશભાઈ વિરડા, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ સાતા, કિશોરભાઈ ચાવડા, મયુરસિંહ જાડેજા, હરેશભાઈ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા.