રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી રમેશભાઈ મુંગરા, પ્રભારી લખધીરસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઈ સાવલીયા, નીતિનભાઈ ઢાંકેચા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ શેખલીયા, ભરતભાઈ શીંગાળા, જિલ્લા કિશાન મોરચા મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓને કેન્દ્ર રાજય સરકારના વણથંભી વિકાસ યાત્રાની માહિતી પુરી પાડી હતી.
આ તકે જિલ્લા કિશાન મોરચાના અધ્યક્ષ વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ભાજપા સરકારે કિશાનો માટેની અનેકવિધ કલ્યાણકારી યોજના બનાવીને ખેડુતોને આધુનિક ખેતી તરફ વાળી ખેડુતોની સમૃદ્ધિના દ્વાર ખુલ્યા કર્યા છે. ભાજપાના શાસનમાં ૦%ના વ્યાજે લોન સહાય આપી ખેડુતોને ઓજાર ખરીદીમાં ખુબ જ રાહત કરી આપી છે અને આગામી દિવસોમાં તાલુકા મથકોએ પ્રગતિશીલ ખેડુતોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ તકે પ્રદેશ કિશાન મોરચા મહામંત્રી રમેશભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સંગઠન બેઈઝ પાર્ટી છે. સંગઠનને તાલુકા શહેર મંડલ સુધી તમામ જગ્યા ઉપર ૧ વિધાનસભા દિઠ ૫ કિશાનોની વરણી કરી સરકાર તાજેતરમાં સ્કાય યોજના જાહેર કરી છે. ૯૦૦ કરોડના ખર્ચે ગુજરાતમાં ૧૩૭ ફીડર પાયલોટ પ્રોજેકટ અમલમાં મુકયો છે. જેના થકી સોલાર પાવરથી ખેડુતોને શુઘ્ધ પુરતી વિજળી મળી રહેશે. બાકીની વધતી વિજળીમાં સરકાર ખરીદ કરશે. આ સોલાર પાવર પ્રોજેકટમાં ખેડુતોને ૬૦% સબસીડી ૩૫% લોન આપવામાં આવશે. ફકત ૫% ખેડુતોએ આ પ્રોજેકટમાં ભરવાના રહેશે. તેમને ચાલુ કનેકશન રદ પણ થશે નહીં ઉપરાંત ૭ વર્ષ સુધી જીઈબી બધી પ્રોસીજર કરી તેનું મેન્ટેનન્સ કરશે. જેનાથી ખેડુતોને આ સોલાર પાવર યોજનામાં કોઈ જાતનો ખર્ચ નથી ખેડુતોને પુરતી વિજળી મળી રહેશે.
કિશાન મોરચાના પ્રભારી લખધીરસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉપર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ખેડુતો વિશે બોલવામાં તેને કોઈ અધિકાર નથી કોંગ્રેસના શાસનમાં ખેડુત પાયમાલ બની ગયો હતો. જયારે ભાજપના શાસનમાં ખેડુતોને વિજળી-પાણીની સગવડતા આપવાથી ખેડુત વર્ષમાં ત્રણ-ત્રણ પાક લેતા થઈ ગયા તેના કારણે ખેડુત સમૃદ્ધ બન્યો છે. આ તકે વલ્લભભાઈ શેખલીયા, પરસોતમભાઈ સાવલીયા, નીતિનભાઈ ઢાંકેચાએ ખેડુતોના વિકાસ માટેની યોજનાની માહિતી તેમજ ખેડુતોને મળતા પાકના ભાવ, રાહતો અને સરકારની યોજનાઓ, સંગઠનની માહિતી તેમજ સહકારી ક્ષેત્રે સરકારે કરેલા કાર્યોની માહિતી આપી હતી.
આ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ શીંગાળાએ કરેલ. તેમજ આભારવિધિ મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાએ કરેલ હતી. આ બેઠકમાં જિલલા કિશાન મોરચાના હોદેદારો, જિલલા કિશાન મોરચા સેલના ક્ધવીનરો, શહેર તાલુકા કિશાન મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ ખેડુત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા મીડિયા સેલના ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે જણાવેલ છે.