લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગે યુવાનોને જવાબદારી સોંપાઈ
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ તથા મહામંત્રી ભાનુભાઈ મેતાની ઉપસ્થિતિમાં અને જીલ્લા ભાજપ આઈ.ટી.એસ.એમ.ના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશીની અધ્યક્ષતામાં આઈ.ટી.એસ.એમ. અને યુથ ઓફ બીજેપી ટીમની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગ સ્વ‚પે અલગ-અલગ યુવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ તકે બેઠકમાં ઉપસ્થિત રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતાએ યુવાનોને કેન્દ્ર અને રાજય સરકારની લોક કલ્યાણકારી અને લોક ઉપયોગી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે જયાં માનવી ત્યાં સુવિધાની સરકારના અભિગમને જન-જન સુધી પહોંચાડવામાં આવે તેવું યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ જીલ્લાના આઈ.ટી.એસ.એમ.ના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશીએ સર્વે યુવાનોને જણાવ્યું હતું કે, ભારતની નવી પેઢી સો ટચનું સોનું છે. તેમનો આઈકયુ ઉંચો છે.
મુલ્યાત્મક રાજનીતિ અને છેવાડાના માનવીના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકાર સંકલ્પબઘ્ધ છે. તેમજ આગામી લોકસભાની ચૂંટણી માટે યુવા બ્રિગેડને તૈયાર રહેવા અને લોકસભાની ૨૬ બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાય તેવું આહવાન કર્યું હતું.
આ બેઠકમાં કેન્દ્ર સરકારની ભીમ એપ, નરેન્દ્ર મોદી એપ તેમજ ગુજરાત સરકારની એપ્લીકેશનનું માર્ગદર્શન કલેકટર કચેરી દ્વારા મનોજભાઈ નિમાવત, વિપુલભાઈ પટેલ, કિશનભાઈ, જીતેશભાઈ દવે, જયસુખભાઈ તેમજ રજનીભાઈ પટેલ દ્વારા યુવાનોને આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા આઈટીએસએમના પરેશભાઈ જોશી, ધવલભાઈ દાફડા, રવિભાઈ જોશી, વિરાજભાઈ જોશી, ધ્રુવભાઈ ભુત, પ્રતિક માંડલીયા સહિતના કાર્યકર્તાઓ અને ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,