રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૬૪માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દરેક આફતો-અડચણો સામે ગુજરાત અને ગુજરાતીઓનો વિજય યો છે. પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ગુજરાત જ નહિ પરંતુ દેશ આજે ઓળખી રહ્યું છે. મનમા પ્રજાહિત અને હૃદયમાં કમળ, સક્ષમ છે, મક્કમ પણ છે. તેવા આપણા સૌના ઉમદા નેતાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. તેમના જન્મદિવસની જીલ્લાભરમાં તાલુકા ખાતે સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા ભાજપ દ્વારા અંધ મહિલા ગૃહ ખાતે અંધ બહેનોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને અલગ અલગ મંડલોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ભૂખ્યાને ભોજન, જરૂરીયાતમંદને રાશન કીટ અને જરૂરીયાત મુજબ ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાના સંક્રમણ અટકાવવા માટે કાર્યકર્તાઓ દ્વારા આર્યુવેદિક ઉકાળા, શક્તિવર્ધક હોમિયોપેીક દવાઓ, માસ્ક અને સેનેટાઈઝર સહીતની વસ્તુનું વિતરણ તેમજ વિરપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરી કાર્યકર્તાઓ દ્વારા પોતાના મજબુત મક્કમ નેતાનો જન્મ દિવસની ઉજવણી કરી હતી.
Trending
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી
- પત્નીના સગા-વ્હાલા પતિના ઘરે વધુ સમય રહે તો ત્રાસદાયક ગણાય: હાઇકોર્ટ