તમામ સેન્ટરોમાં દર્દીઓને ઓકિસજન, રેમડેસિવીર ઈન્જેકશન અને દવાઓ સહિતની સુવિધાઓ તથા દર્દીઓને અને તેમના પરિજનોને
-નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે
કોરોનાના દર્દીઓ કોઈ જગ્યાએ હેરાન ન થાય અને તેમની સારવાર માટે પુરતી સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ જીલ્લ્લા ભાજપના સહયોગથી તમામ મંડલોના કાર્યકર્તાઓ દ્વારા અંદાજીત 1000 બેડના આઇસોલેશન સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. જે સેન્ટરોમાં દર્દીઓને ઓક્સીજન, રેમડેસિવીર ઈન્જેકશન, દવાઓ સહીતની તમામ સુવિધાઓ તદન મફતમાં થશે તથા દર્દીઓને તથા તેમની સાથે આવેલ તેમના પરિવારજનોને ફ્રીમાં જમવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
જેમાં ઉપલેટા તાલુકામાં 50 બેડ, ધોરાજી તાલુકામાં 50 બેડ, જેતપુર શહેરમાં 100 બેડ, જામકંડોરણા તાલુકામાં 262 બેડ, ગોંડલ શહેરમાં 35 બેડ, કોટડાસાંગાણી તાલુકામાં 25 બેડ, લોધિકા તાલુકામાં 20 બેડ, રાજકોટ તાલુકામાં 100 બેડ, જસદણ શહેર ખાતે 100 બેડ તથા જસદણ તાલુકાના વિરનગર ગામે 50 બેડ અને વિંછીયા તાલુકામાં 70 બેડ સાથે આખા જીલ્લામાં અંદાજીત 1000 બેડના આઇસોલેશન સેન્ટરો શરુ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત બધા આઈસોલેશન સેન્ટરો પર જીલ્લાના તમામ કાર્યકર્તાઓ રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે. તથા કોઇપણ સેન્ટર પર કોઈ ખામી ન રહે તથા દર્દી હેરાન ન થાય તે માટે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓ ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર સહીતના આગેવાનો સતત તમામ આઇસોલેશન સેન્ટર પર વિઝીટ કરી રહ્યા છે તથા આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે સમીક્ષા કરી જ્યાં જરૂર પડે ત્યાં ઓક્સીજન, રેમડેસીવીર ઈન્જેકશન, દવાઓ સહીતની વ્યવસ્થાઓ કરાવી રહ્યા છે.