લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ
ગીર સોમનાથ તા.26 ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને નદી-નાળા પાસે ન જવા અને ઢોર-ઢાખરને વ્યવસ્થિત જગ્યાએ બાંધવા અંગેનો સંદેશો આપવામાં આવ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઈને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સૂચનાને લઈને જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર ખડેપગે છે.
જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોય જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત લોકોને પણ સાવચેત રહેવા અને નદી-નાળા નજીક ન જવા તેમજ પોતાના ઢોર-ઢાખરને નદી કાંઠા ઉપર ચરાવવા ન લઈ જાય અને ઢોરને વ્યવસ્થિત જગ્યાએ બાંધે તે અંગેનો સંદેશો પણ આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદમાં બચાવની કામગીરી માટે એન.ડી.આર.એફ અને ફાયરની ટીમ સાથે પોલીસના જવાનો પણ ખડેપગે રહેશે. તે ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને હેડકટર ન છોડવાનો સંદેશો આપવામાં આવ્યો છે. જિલ્લામાં કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી કોઈપણ લોકોને મુશ્કેલી જણાય તો જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02876-285063 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF ની ટીમ ખડેપગે
ગીર સોમનાથ તા.26, રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરી માટે NDRFની ટીમ ખડેપગે છે.
હવામાન વિભાગની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય તો તે માટે NDRFની ટીમ ખડેપગે છે.
હાલ NDRFની એક ટીમ વેરાવળ તાલુકાના ભાલપરા ગામના સાયકલોન સેન્ટર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ NDRFની ટીમ જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી કરશે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા અને તાલુકામાં 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત
ગીર સોમનાથ તા.26 ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા અને તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે. આથી લોકોને કોઈપણ મુશ્કેલી જણાય તો આ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાના કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થા કંટ્રોલરૂમ નંબર 02876-285063/64, હેલ્પલાઇન નંબર 1077 તેમજ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર 02876-222101, પીજીવીસીએલ વેરાવળ સબ ડિવિઝન નંબર 9687633784, પીજીવીસીએલ ઉના સબ ડિવિઝન નંબર 02875-222782, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) 02876-220237, જિલ્લા આરોગ્ય કંટ્રોલ રૂમ નંબર 02876-285224, ફાયર બ્રિગેડ વેરાવળ નંબર 02876-220101, સિંચાઇ (ડેમ) વિભાગ નંબર 02876-222896, ફિસરીઝ વિભાગ વેરાવળ નંબર 02876-243684, પોર્ટ ઓફિસ વેરાવળ નંબર 02876-221139, એસ.ટી. ડેપો વેરાવળ નંબર 02876-221666 તેમજ તાલુકા કક્ષાએ વેરાવળ મામલતદાર કચેરી નંબર 02876-244299, તાલાળા મામલતદાર કચેરી નંબર 02877-222222, સુત્રાપાડા મામલેદાર કચેરી નંબર 02876-263371, કોડીનાર મામલતદાર કચેરી નંબર 02795-221244, ઉના મામલતદાર કચેરી નંબર 02875-222039 અને ગીર ગઢડા મામલતદાર કચેરી નંબર 02875-243100 તે ઉપરાંત નગરપાલિકા કક્ષાએ નગરપાલિકા વેરાવળ નંબર 02876-220290, નગરપાલિકા તાલાલા નંબર 02877-223111, નગરપાલિકા સુત્રાપાડા નંબર 02876-263916, નગરપાલિકા કોડીનાર નંબર 02795-221411 અને નગરપાલિકા ઉના નંબર 02875-221666 કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે અને જિલ્લામાં લોકોને કોઈપણ મુશ્કેલી જણાય તો આ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાના કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકે છે.