જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ૭૨ માં સ્વાતંત્ર દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.
જ દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. દેશના વિકાસમાં યુવાનોનું યોગદાન મહત્વનું છે. આપણે સૌએ પણ દેશના વિકાસમાં યથા યોગ્ય યોગદાન આપવું જોઇએ તેમ શ્રી પંડયાએ જણાવ્યું હતું.
શ્રીપંડયાએ જણાવ્યું હતું કે આઝાદી પછી આપણો દેશ સતત વિકાસની હરણફાળ ભરી વિકસીત દેશોમાં સામેલ થઇ રહયો છે. આપણું ગુજરાત રાજય પણ દેશમાં અનેક વિશ્વસ્તે અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી આગવી ઓળખ મેળવી છે. સરકારની વિવિધ યોજનાની રાજકોટ જિલ્લામાં પ્રાપ્ત થયેલી સિધ્ધિઓની પણ માહિતી પણ શ્રીપંડયાએ આપી હતી.
આ પ્રસંગે રાજકોટની સાત શાળાના વિદ્યાર્થીઓએ વંદેમાતરમ્, તુ ભુલા જીસે હો, સુનો ગોરસે દુનિયા વાલો, ચકદે ઇન્ડીયા, હર હર મેદા ફતેહ, જય જય ગરવી ગુજરાત અને રાસ રજુ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલનશ્રી મનોજ ઇલાણીએ કર્યુ હતું. એન.સી.સી કેડેટ, પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના પ્લાટુને પરેડમાં ભાગ લીધો હતો.સ્વાતંત્ર્ય સેનાની છબીલદાસ લાખાણીના વારસદાર મધુબેનનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી કલેકટરશ્રી પટેલ અને પી.આઇ.કે.એન પરમાર, શહેરના ચાર મામલતદારશ્રી ઓ સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરી જનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.