આગામી સમયમા પ્રતિક ઉપવાસ, આવેદન સહિતના કાર્યક્રમો અપાશે
કંપનીઓએ મોલમા, સુપર માર્કેટમાં ડાયરેકટ માલ સપ્લાય કરવાનું શરૂ કરતા હાલ રાજયના મોટાભાગના ડિસ્ટ્રીબ્યુટરો હડતાલ પર ઉતર્યા છે. માર્કેટમાં બે પ્રકારના ડિસ્ટ્રીબ્યુટરો જેમાં મોલમાં સપ્લાય કરતા -અને જનરલ સપ્લાય કરતા ડિસ્ટ્રીબ્યુટરો જે તે સ્થળોએ માલ પૂરો પાડતા હોય છે. પરંતુ કંપની દ્વારા ડિસ્ટ્રીબ્યુટર્સને દૂર કરી ડાયરેકટ મોલમાં માલ પહોચાડવાનું શરૂ કરાતા તમામ ડિસ્ટ્રીબ્યુટરોમાં નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહિ અસહકારની લડત પણ ચલાવી રહ્યા છે.
આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતુ કે અમારી માંગ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસે ફરી સપ્લાય શરૂ કરાવવાનું તેમજ મોલમાં કે કોઈપણ નાની શોપમાં કંપનીની વસ્તુ સરખા ભાવે વહેચાય તેવો આગ્રહ રાખી રહ્યા છીએ આગામી પહેલી નવેમ્બરથી ગુજરાત રાજય ઉપરાંત પંજાબ, કાશ્મીર, હરિયાણા સહિતના રાજયોનાં ડિસ્ટ્રીબ્યુટરો ઉગ્રલડતના મંડાણ કરશે અને પ્રતિક ઉપવાસ, આવેદન સહિતના કાર્યક્રમો આપશે, તમામ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે સરકાર કોઈ નિર્ણય પર આવે તેવું હોદેદારોએ ‘અબતક’ની મુલાકાતના અંતમાં જણાવ્યું હતુ.