ઉનાળાની અસહ્ય ગરમીમાં એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર બુધવારે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે. તેમજ આ બુધવારે પણ છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉમેશ આર.મહેતા (ચેરમેન)એ જણાવ્યું હતું કે, રાજકોટમાં એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે ઉનાળાની અસહય ગરમીમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બસ સ્ટેન્ડના મુસાફરોને દર બુધવારે નિ:શુલ્ક ઠંડી છાશ-વિતરણ કરવામાં આવે છે. તેમજ અન્ય શહેરોમાં પણ છાશ વિતરણ કરવામાં આવે છે. તેમજ તેનો મુખ્ય હેતુ ગરમીમાં લોકો ઠંડી છાશ પીએ અને તેમાં પણ કોઈ મોટી ઉંમરના વ્યકિત હાશકારો અનુભવે અને આશીર્વાદ આપે તેનો છે.
તેમજ દર બુધવારે હજારો લોકો આ છાશનો લાભ લે છે. તેમજ આ સંસ્થા દ્વારા બીજી ઘણી પ્રવૃતિ કરવામાં આવે છે અને તેમાં પણ અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે પ્રવૃતિ પણ કરે છે. તેમજ તેઓએ બસ સ્ટેશનમાં અંગદાનના બેનર્સ પણ લગાડે છે. જેથી લોકોમાં બેનર્સ જોઈને જનજાગૃતિ આવે અને લોકોને સેવાભાવી કાર્ય કરવાનો રસ્તો મળી રહે અને લોકોના પુલ આશિર્વાદ પણ મળે.
તેમજ વાહન ટ્રાફિકની અસહ્ય મુશ્કેલીથી પીડાતા રાજકોટ શહેરમાં ટ્રાફિક અંગેની જાગૃતિ વાહન ચાલકોમાં આવે તે માટે પણ કંઈક કરવું જોઈએ તે બાબતે સુરક્ષા સેતુ સોસાયટી, પોલીસ કમિશનર સાહેબના સહયોગ અને માર્ગદર્શનથી રાજકોટના વિવિધ રસ્તાઓ પર ૩૦ જેટલા બેનર્સ પણ લગાડયા તેમજ આ સંસ્થાને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે. તેમજ આ સંસ્થા સાથે ઘણા કાર્યકરો પણ જોડાયેલા છે જે ગૌરવની વાત ગણી શકાય.