પાણી પ્રશ્ને રણચંડી બનેલી મહિલાઓએ પાલિકા કચેરી ગજવી
જસદણ નગરપાલીકા દ્વારા વિતરણ થતુ પાણી વધારા પ્રમાણમાં ડહોળુ આવતા જસદણ મેઈનબજારની એક શેરીની મહિલાઓ રસોડા છોડી પાલીકાના ચીફ ઓફીસરને ઉધડા લેતા અંતે હવેથી સા‚ પાણી આવશે એમ કહી મહિલાઓને રવાના કરીક દેવામાં આવી હતી ત્યારે લાખોનો ખર્ચ છતા નગરજનો કયાંસુધી ડહોળુ પાણી પીશે? એવો લાખ મણનો સવાલઉઠવા પામ્યો છે. ઈસ્વીસન ૧૯૯૫માં જસદણને નગરપાલીકાનો દરજજો મળ્યો અને ઈસ્વીસન ૨૦૦૮માં જસદણ નગરપાલીકાએ ફીલ્ટર પ્લાન્ટ બનાવ્યો પણ અત્યાર સુધી નાગરીકોના આરોગ્યને નુકશાન થાય એવું પાણી લોકોને મળી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં પાલીકાએ ફીલ્ટર પ્લાન્ટમાં નાખેલા કરોડો રૂપીયા જે પ્રજાની પરસેવાની કમાણીમાંથી આવે છે. તે અત્યાર સુધી પાણીમાં ગયા એવો ઘાટ ઘડાયો છે.
જસદણ નગરપાલીકામાં હાલ ભાજપના ૨૩ સભ્યોનું શાસન છે. પરંતુ આ શાસનની રાજરમતમાં દરરોજ સભ્યો જ કૌભાંડ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કરે છે. અને સભ્યો તો આ નિવૃત થયેલા અધિકારી હાલના ચીફ ઓફીસર દરરોજ પોતાની મરજી મુજબ આવે છે ને જાય છે. એવો આક્ષેપ ભાજપના સભ્યો કરે જ છે. ત્યારે પ્રજાની સુખાકારી માટે નેતાઓ અને જીલ્લા કલેકટરએ અંગત રસ દર્શાવી પાલીકાની ગેરરીતિ અટકાવવી જોઈએ એવી માંગણી વ્યાપક ઉઠવા પામી છે.