કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા લોકો
હાલ ગરમીનો પારો સતત દિનપ્રતિદિન વધી રહ્યો છે અને આંકરા તાપમાં પ્રજા પાણી માટે ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે પાલીતાણા તાલુકાના માલપરા ગામે ૧૫ દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતા ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. કાળજાળ ગરમીમાં દિવસે મજૂરીએ જતા લોકોને રાત્રીના સમયે અને ઘોર તડકામાં દુર દુર સુધી પાણી ભરવા જવું પડે છે તેવી ફરિયાદો કરી રહ્યા છે
હાલ રાજ્યના અનેક જીલ્લાના ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે અને પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. ખાસ ભાવનગર જીલ્લામાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પાલીતાણા તાબેના માલપરા ગામે પણ અનિયમિત પાણીએ પ્રજાની ઘાણી કરી નાખી છે. માલપરા ગામ કે જેની વસ્તી બે થી ૨૫૦૦ લોકોની છે અને અહી લોકો મજુરી કરી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે ઉનાળાની કાળજળ ગરમીમાં લોકો દિવસે મજુરી કરવા જાય છે અને સાંજે મજૂરીએ થી પરત ફર્યા બાદ પાણીની વ્યવસ્થા માં જોડાય છે.
પરિવાર પાણી ભરવા માટે સામુહિક દુર દુર સુધી વાડી વિસ્તારોમાં જાય છે જેમાં તેના માસુમ નાના બાળકો પણ પાણી ભરવામાં જોડાય છે. લોકોની સાથે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. અહી ગ્રામપંચાયત નો પાણી નો ટાંકો પણ ૨૦ દિવસ થી ભરવામાં આવ્યો નથી જયારે ૨૦ દિવસે ભરવામાં આવે છે ત્યારે ગામની મહિલાઓ બેડા લઈને લાંબી કતારો માં જોવા મળે છે આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને પાણી ૨૦ દિવસે ગામમાં આપવામાં આવતું હોય લોકો પાણી માટે તરફડી રહ્યા છે.