નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપનું આયોજન: ફકત એક ડોઝ સ્વાઇન ફુલ સામે એક વર્ષ માટે આપશે સુરક્ષા: તૈયારીઓને આખરી ઓપ આપવા ભાજપ આગેવાનોની બેઠક
સ્વાઇન ફલુની મહામારીનો ભોગ બનનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે આ મરામારી સામે સતર્કતા જરુરી છે. આગોતરી સુરક્ષા સ્વાઇન ફલુથી રક્ષણ આપી શકે છે. જેથી નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીગ્સ) તથા અબતક મીડીયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા સ્વાઇન ફલુથી રક્ષણ આપતા ડોઝનું આવતીકાલથીવોર્ડ વાઇઝ વિતરણ થશે.ડો. ચૌલાબેન લશ્કરીએ સ્વાઇન ફલુથી લોકોને બચાવી શકાય તેવી દવાના ૭ વર્ષના સતત સંશોધન બાદ હોમિયોપેથ દ્વારા રીચર્સ કરાયેલી મેડીસીનનો ફકત એક જ ડોઝ લેવાથી સ્વાઇન ફલુ સામે એક વર્ષ માટે રક્ષણ મળે છે. આ ડોઝ તા.ર૯મીને રવિવાર સુધી કેમ્પના આયોજન દ્વારા લાખો લોકોને આપવામાં આવશે.આયોજનને આખરી ઓપ આપવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તથા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ઉદય કાનગડ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેનું સંચાલન જીતુ કોઠારીએ તથા આભારવિધિ દેવાંગ માંકડે કરી હતી.આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહ્યો છે ત્યારે પૂર-હોનારત હોય કે ભુકંપ જેવી પરિસ્થિતિમાં પણ લોકોને સહકારની ભાવના સાથે હંમેશા તત્પર રહ્યો છે ત્યારે સ્વાઈન ફલુ જેવી બીમારી ઝડપભેર કાબુમાં આવે તે માટે આવતીકાલથી વોર્ડવાઈઝ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.