ગુરૂવારે પોલીંગ સ્ટાફનું ફસ્ટ રેન્ડમાઈઝેશન: એક સપ્તાહમાં ૩ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરાયા
આગામી ૨૩ એપ્રીલે લોકસભાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૩ એપ્રીલથી મતદાર સ્લીપનું વિતરણ શ‚ કરી દેવામાં આવનાર છે. આ ઉપરાંત આગામી ગુરૂવારે પોલીંગ સ્ટાફનું ફસ્ટ રેન્ડમાઈઝેશન પણ કરવામાં આવશે. સાથે ચૂંટણીને ધ્યાને લઈ એક સપ્તાહમાં ત્રણ શખ્સોની પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ અંગે વિગત આપતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાર સ્લીપનું આગામી તા.૧૩ એપ્રીલથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. આ સાથે ગુવારે પોલીંગ સ્ટાફનું ફસ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના ૨૦ હજાર કર્મચારીઓની ડેટા એન્ટ્રી તૈયાર કરી દેવામાં આવી છે.
આ સાથે મતદાન જાગૃતિ ફેલાવવા માટે હાલ સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે. ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા ખર્ચના ઓબ્ઝર્વર તરીકે સુરેશ પેરીયા સ્વામીની તેમજ જનરલ ઓબ્ઝર્વર તરીકે ડો.‚ષીકેશ યશોધની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને ઓબ્ઝર્વરોના ઉતારા માટે સર્કિટ હાઉસ ખાતે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.