દરરોજ ૭૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા
ગજાનન આશ્રમ માલસર દ્વારા હાલ લોકડાઉનની કપરી પરિસ્થિતીમાં અનેક લોક કલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જેમાં આશ્રમના ગુરુજી દ્વારા લોકડાઉનના પ્રથમ દિવસથી જ ૨૮૪૪ લોકોના ભોજન નો ભંડારો શરૂ કરાયો છે.
માલસરની આજુ બાજુના વિસ્તારોના શ્રમિકો, દુકાનદારો, સાધુ સંતો જરૂરીયાત મંદ આશ્રમો, સુશક્ષાકર્મીઓ, પર પ્રંતિય મજુરો વગેરેને રાશન સામગ્રી વિપુમભાઇ દવે દ્વારા પહોચાડવામાં આવી રહી છે. સાથે યુવારાજસિંહ જાડેજા દ્વારા શિનોર વિસ્તાર, રવજીભાઇ મકવાણા તથા જીજ્ઞેશભાઇ રાઠોડ દ્વારા રાજકોટ તથા આજુ બાજુનો વિસ્તાર, અવધભાઇ યાજ્ઞીક દ્વારા ભાવનગર વિસ્તાર, જીજ્ઞેશભાઇ વ્યાસ દ્વારા શ્રીનાથગઢ, બિલડિ, શિશક સહિતનો વિસ્તાર ધવલભાઇ વ્યાસ, જૂનાગઢ જીલ્લામાં ગજાનત આશ્રમને શોપવામાં આવેલ કિટોનુ કાર્ય પૂરી પ્રમાણિકતાથી કરી રહ્યા છે. એક કિટ રૂ.૨૬૪૦ની થાય.કિટોનુ વિતરણ કરવામાં આવેલ કિટોનુ વિતરણ કરવામાં આવેલ. કૌશિક વ્યાસ દ્વારા મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની જરૂરતમંદ પરીવારો હરેશભાઇ જોઘાણી, કલ્પેશભાઇ ખાખરીયા, ગોપાલભાઇ સોરઠીયા દ્વારા વિધવા તથા જરૂરીયાતના જરૂરતમંદ પરીવારો સર્વે કરવાથી રૂથા.૫૦૦ રોકડા દરેકને પહોંચાડવામાં આવેલ. કિરીટભાઇ રાઠોડ તાજેતરમાં સગર્ભ મહિલાઓ તથા નવજાત શીશુઓને વિટામીન યુકત પ્રોટીના ડબ્બાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.