મહાનગરપાલિકા તથા પારસધામ દેરાસર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટિ મેયર અશ્વીનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડ વગેરે મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા. પારસધામ દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું કે આજે પારસધામ દેરાસરમાં માં અમૃતમ કાર્ડનું કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા જે અભિયાન ચાલુ છે તે અંતર્ગત આજે દેરાસરમાં રહીને બધાના કાર્ડ કાઢી આપવામાં આવે છે અને ખાસ તો અન્ય જ્ઞાતિઓ જોતા દરેક સમાજને કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. લગભગ ૫૦મો માં અમૃતમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો છે.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન પારસધામ જૈન સંઘમાં સેવા બજાવતા નિતેશભાઈ શાહએ જણાવ્યું કે આજે અમે માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ જે મુખ્યમંત્રીની જે યોજના છે તે યોજનાને વધુ સાકાર બનાવવા માટે અમે અહીંયા અમારા જૈન ધર્મના બધા સાધાર્મિકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં કરેલ છે અને આ કેમ્પ દરમિયાન અમે લગભગ ૬૦૦ વ્યક્તિઓને કાર્ડનું વિતરણ કરેલું છે. એટલે ૨૦૦ પરિવારોને કાર્ડનું વિતરણ કરવામાં આવેલું છે. ખૂબ સરસ મજાની મુખ્યમંત્રીની આ યોજના છે અને આ યોજના દ્વારા દરેક લોકો લાભ લઈ શકે તે હેતુી ખૂબ સરસ રીતે બધાએ લોકો લાભ લીધો છે તે માટે તેમને પણ ધન્યવાદ આપું છું અને મુખ્યમંત્રીને ખૂબ ધન્યવાદ છે.