વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણનું જતન કરવાની વિદ્યાર્થીઓની પ્રતિજ્ઞા: જનજાગૃતિનો પ્રેરક પ્રયાસ
૫ જૂન પર્યાવરણ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિધિ સ્કુલ દ્વારા લોકોમાં જાગૃતિ આવે પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી તુલસીના છોડનું વિતરણ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્લાસ્ટિકની પોલિથિનથી દૂર રહેવા સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામં આવી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન નિધિ સ્કુલના યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ૫ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિધિ સ્કુલ દ્વારા લોકોમાં જાગૃતિ આવે. પર્યાવરણની જાળવણી થાય તે અનુસંધાને તુલસીના છોડનું વિતરણ તેમજ પ્લાસ્ટિક જે આપણા પર્યાવરણ માટે નુકશાનકારક છે તેના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્લાસ્ટિક પોલિથિનને દૂર કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે. તેમજ વધારેને વધારે વૃક્ષો વાવે અને તેની જાળવણી થાય તેની પણ અમારી સ્કુલ બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે તમે જોઈ શકો છો કે અત્યારે તાપમાન દિવસને દિવસે વધતુ જાય છે. પર્યાવરણની જાળવણી નહી થાયતો આવનાર દિવસોમાં ૫૦ ડિગ્રીએ પહોચી જશે અને આનો ભોગ મનુષ્ય એ બનવું પડશે તેથી મનુષ્યએ જ ધ્યાન રાખી વૃક્ષોનું જતન કરશે તો પોતાનું જીવન સુખી બનાવી શકશે. અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧ કોર્પોરેટર બાબુભાઈ આહિર એ જણાવ્યું કે આજે ૫ જૂન પર્યાવરણ દિવસ આખા ગુજરાત અને કેન્દ્રમાં નરેન્દ્રમોદીની સરકાર ઉજવી રહી છે. ત્યારે નિધિ સ્કુલ દ્વારા વર્ષો વર્ષ પર્યાવરણ દિન ઉજવણી કરવામાં આવે છે. અને લોકોમાં જાગૃતિ આવે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્લાસ્ટિક પોલિથિનને દૂર કરવા નીધી સ્કુલના બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામા આવી છે.