દાદરા નગર હવેલીના કિલવણી પંચાયતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાંસદ નિધિ ફંડમાંથી દર પંચાયતોને ટ્રેકટર અને પીકઅપ ટેમ્પોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ સાંસદ નટુભાઇ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પ્રદેશની દસ પંચાયતો કે જેને ટ્રેકટર અને પીકઅપ આપવામાં આવ્યા તેની ચાવી તે ગામના સરપંચ અને જીલ્લા પંચાયત સદસ્યને આપવામાં આવી હતી. ત્યારબાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં જે પંચાયત પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન આવી હતી તે પંચાયતના સરપંચને સર્ટીફીકેટ તેમજ ટ્રોફી દઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ સાંસદની અઘ્યક્ષતામાં ટ્રેકટર અને પીકઅપને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ ખેતી વિભાગ દ્વારા ઘણા ખેડુતોને મીની ટ્રેકટર તેમજ મોટા પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ નટુભાઇ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ રમણ કાફવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજયભાઇ દેસાઇ, કિલવણી ગામના સરપંચ સહીતના મહાનુભાવો અને લાભાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.