સમાજનું સમાજને અર્પણના ઉદ્દેશ્ય સાથે રજપુત સમાજના આર્થિક રીતે પછાત લોકોને સાતમ આઠમ મીઠાઇ ફરસાણ નિમિતે વિતરણ કરાશે આયોજકો અબતકને આંગણે
મોંધવારીના સમયમાં રોજનું લઇને જીવન જીવી રહ્યાં છે. તેમને તહેવારની ઉજવણી કરવી બહુ મુશ્કેલ હોય છે સાતમ આઠમના તહેવાર નીમીતે દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખવાસ રજપુત સમાજના આર્થિક રીતે નબળા ભાડાના મકાનમાં રહેતા હોય તથા વિધવા બહેનો તેમજ વિધવા માતાઓ માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવારની ઉજવણી નીમીતે ગુરુવાર દિવસે નિ:શુલ્ક અઢીસો ગ્રામ દુધની મીઠાઇ અને એક કિલો ફરસાણનું વિતરણ કરવામાં આવશે. જરુરીયાત મંદ પરિવારને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
યોજનાનો લાભ હેઠળ ર૦૦ પરિવારને આવરી લેવામાં આવશે. આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણા, સાવનભાઇ રાઠોડ, દેવસિંહભાઈ પરમાર, ગોવિંદભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ચૌહાણ, બલવીરભાઇ પરમાર, સત્યજીતભાઇ પરમાર રાજ સોઢા, હીતુ કાકા, અનીશ ચૌહાણ સહીતનાઓને ‘અબતક’ની મુલાકાત લીધી હતી.