- છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં નગરજનો માટે ઔષધીય ગુણોથી ભરપૂર દૈનિક 100 કિલો અડદિયા તૈયાર કરવામાં આવે છે
- શિયાળાનો રાજા એટલે અડદિયા..
શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.શિયાળામાં શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે, અડદિયા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અડદિયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, જેમાં કોઈ જ શંકા નથી.આ સંદર્ભમાં વર્ધમાન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નગરજનો માટે ઔષધીય ગુણોથી ભરપૂર અળદીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.રાજકોટના જૈન ભોજનાલયમાં શુદ્ધ ઘી ના અડદિયા બનાવવામાં આવેલ છે.જેનું આજથી રાહતદરે વિતરણ વર્ધમાન સાર્વજનિક ટ્રસ્ટ, સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી થશે. નોંધનીય છે કે યાજ્ઞિક રોડ પર આવેલા જૈન ભોજનાલય ખાતે આજથી દરરોજ 100 કિલો અડદિયા તૈયાર કરવામાં આવશે અને તેનું રાહત દરે વિતરણ કરવાનું ચાલુ થયું છે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયા બનવાવામાં આવે છે.જેમા રાજકોટવાસીઓ ખુબ સાથ સહકાર આપે છે.આ વખતે પણ લોકોની લાગણી અને માગણી ધ્યાને લઇને ટ્રસ્ટે આયોજન કરેલ છે.અળદીયા લેવા માટે મો.98242 01087, સ્વ.નાગરદાસ મનજી શાહ, વર્ધમાન સાર્વજનિક ટ્રસ્ટ, સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.
લોકોને શુદ્ધ અને ચોખ્ખા ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ: શશીકાંતભાઈ વોરા
અબતક સાથેની વાતચીતમાં શશીકાંતભાઈ વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી અમારા દ્વારા અળદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. લોકોને શુદ્ધ અને ચોખ્ખા ઘીના અળદીયા મળે તેવા શુભ આશયથી આ વિચાર આવ્યો અને અળદીયા બનાવવાનું શરૂ કર્યું. આ કાર્યમાં જે પણ કઈ નફો થાય તેને પણ પાંજરાપોળ અને અન્ય જગ્યાએ સેવા કાર્યોમાં દાન કરવામાં આવે છે. અંદાજિ. દરરોજના 100 કિલો અડડીયા તૈયાર કરી રાહતદરે વિતરણ કરવામાં આવે છે. કિલો અડદીયાનો ભાવ રૂ.450 જયારે અળધા કિલોમાં 230 રૂપિયા નક્કી કરાયા છે. જૈન લોકો માટે મસાલા વગર સ્પેશિયલ અડદીયા, આમ સીઝન મા અડદીયા, મોહનથાળ તેમજ દરરોજ જરૂરિયાતમંદ લોકોને શુદ્ધ ભોજન પણ પીરસવામાં આવે છે. તદુપરાંત રવિવારે નિષ્ઠાન સાથે ભોજન પણ આપવામાં આવે છે તેમજ દશેરા નિમિત્તે મીઠા સાટા અને ગાંઠીયાનું પણ રાહતદરે વિતરણ કરાય છે. તહેવાર નિમિતે સ્પેશિયલ ભોજન પીરસવામાં આવે છે. અમારા ટ્રસ્ટના પાંચ સભ્યો દ્વારા જ આ અડદિયા તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે એકવાર અડદિય. ખાશો એટલે બીજી વાર સામેથી શોધતા શોધતા આવશો.