વિદ્યાર્થીઓએ જે તે સ્કુલમાંથી પોતાની માર્કશીટ મેળવવાની રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રિઝલ્ટ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહ 66 ટકાથી વધુ આવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પરિણામ 68 ટકા જેટલું રહેવા પામ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ ઓનલાઇન જોઇ શક્યા હતા. જો કે આજથી રાજ્યભરની શાળાઓમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાંથી પરિણામ સવારે 10:00 થી સાંજના 4:00 વાગ્યા સુધીમાં મેળવી રહેવાનું રહેશે.