૨૪/૭ કલાક ઓકસીજન પૂરૂ પાડતા ૧ હજાર તુલસી અને ૧ હજાર પીપળાના રોપાનું કાલે વિતરણ કરાશે : સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બોરીચા પરિવારના સભ્યો ‘અબતક’ને આંગણે
સ્વ. રતીભાઈ રામભાઈ બોરીચા (પૂર્વ કોર્પોરેટર રાજકોટ) તથા રાજુભાઈ રામભાઈ બોરીચા ઈન્ચાર્જ વિધાનસભા ૭૧, રાજકોટ ભાજપના પિતા સ્વ. રામભાઈ જેઠાભાઈ બોરીચાની પાંચમી પૂણ્યતિથિ નિમિતે કાલે સાંજે ૫ થી ૭ પરિવાર દ્વારા હાલની ઋતુ પરીવર્તનની મોસમ ચાલે છે ત્યારે હાલ વાયરલ તાવની સીજન છે. તો મવડી રોડ ખાતે દરેક પ્રકારના તાવને રક્ષણ આપતા ઉકાળા લોકોને પીવડાવવાનું નકકી કરેલ છે. સાથોસાથ ૨૦૦૦ લોકોને તુલશીના રોપા વિતરણ કરવામાં આવશે આ તકે બોરીચા પરિવારે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
સતાધાર આશ્રમ મોટી નાગાજર વાળા સંત શ્રી શાંતુરામ બાપુ દ્વારા બનાવવામાં આવેલ આયુર્વેદીક ઉકાળાથી વાયરલ તાવમાં મેલેરીયા તાવ, ડેંગ્યુ તાવ, તાઈફોડ તાવ, તરીયો તાવ, સ્વાઈન ફલુ વગેરે દરેક પ્રકારના તાવ સામે રક્ષણ મળે છે બે વર્ષ પહેલા જયારે સ્વાઈન ફલૂ તથા ડેંગ્યુ તાવના ફેલાવાથી હાહાકાર મચી ગયો હતોત્યારે શાંતુરામ બાપુ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૦ લાખ લોકોને તાવનો ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. શાંતુરામ બાપુ વનસ્પતિમાંથી તાવ ની જ નહી પણ અનેક પ્રકારના રોગો માટેની દવા બનાવવા માટે સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતા છે.
તેમજ ૨૪ કલાક ઓકસીજન જેનાથી મળે છે. એવા પીપળાના રોપા તથા તુલશીના રોપાનું વિતરણ પણ રામભાઈ જેઠાભાઈ બોરીચાની પૂણ્યતિથિ નિમિતે કરવામાં આવશે.
મહત્વનું છે કે રામભાઈ જેઠાભાઈ બોરીચાનું જયારે અવસાન થયું ત્યારે એમની અંતિમ અનુસાર તેમના દેહનું જૂનાગઢ મેડીકલ કોલેજમાં દેહદાન કરવામા આવેલ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના વૈભવભાઈ બોરીચા, ચેતનભાઈ બોરીચા, જીજ્ઞેશભાઈ બોરીચા, દિનેશકુમાર ડાંગર, રવિકુમાર વાંક, અમરીશભાઈ બસીયા, રોહિતભાઈ બોરીચા, સંજયભાઈ બસીયા, સાગરભાઈ બોરીચા, નિરજભાઈ ગોટેચા, તરંગભાઈ રૂપાપરા, ભાસ્કરભાઈ રૂપાપરા, વિપુલભાઈ ગજજર, ચીરાગભાઈ પાંભર, કિશોરભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવેલ છે.