વિવેકાનંદ યુથ કલબ દ્વારા શિક્ષણ સમિતિ સંચાલીત સરકારી પ્રાથમિક શાળાના છાત્રોને નાસ્તાનું વિતરણ કરાયું હતુ જેમાં શહેરના ગોંડલ રોડ પર ગોકુલધામ પાસે આવેલ મધર ટેરેસા પ્રા. શાળા નં. ૮૮ના ૧૫૦ જેટલા છાત્રોને મોઢ વણીક સમાજના અગ્રણી જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ ચંદુલાલ પટેલના સૌજન્યથી નાસ્તાનું વિતરણ સંસ્થાના દિનેશભાઈ ગોવાણી, હસુભાઈ શાહ, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાનીના હસ્ત કરાયું હતુ. શહેરીજનોને નાસ્તા વિતરણ પ્રવૃત્તિમાં સહયોગી બનવા માટે સંસ્થાના અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
વિવેકાનંદ યુથ કલબ દ્વારા શાળા નં.૮૮માં બાળકોને નાસ્તાનું વિતરણ
Previous Articleમુખ્યમંત્રીના હસ્તે આજરોજ સુરેન્દ્રનગરમાં રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
Next Article જીટીયુની પરીક્ષા એક અઠવાડિયું ઠેલાઈ!!!