મહાત્મા ગાંધી નિર્વાણ દિન નીમીતે મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય એવા રકતપિત નિમૂંલન કાર્યક્રમ અનુસાર રકતપિત મુકત દર્દીઓનું સમાજમાં પુન: સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીના સાધનો પુરા પાડી સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઊભા કરવાનો પ્રયાસ છેલ્લા ૧૮ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા થઇ રહ્યો છે. હસમુખભાઇ સંઘવી ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કરવામાં આવે છે જેના કારણે આજ સુધીમાં ૧૮૮ રકતપિત્ત મુકત દર્દીઓ સ્વતંત્રપણે રોજી રોટી કમાઇને સન્માનપૂર્વક જીવન જીવી રહ્યા છે.
ચાલુ વર્ષેમાં રાજકોટ જીલ્લાના પ રકતપિત રોગમુકત દર્દીઓના પુન:વસન માટે સ્વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ ગાંધી નિર્વાણ દિન નિમીતે આજે સવારે મનુભાઇ સભાગૃહ, રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ. આ પ્રસંગે જયંતિભાઇ કાલરીયા, રમેશભાઇ સંઘવી, શારદાબેન સંઘવી, મહાલક્ષ્મી ફાઉન્ડેશનના ટ્રસ્ટી મુરબ્બી મનસુખભાઇ જોષી તથા ડો. અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.