વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશિષભાઈ વાગડીયાએ જરૂરતમંદ લોકોને સેવ-ગાઠિયાનો નાસ્તો તેમજ રાશન કિટનું વિતરણ કર્યું છે. આ સેવા કાર્ય બદલ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આશિષભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

વોર્ડની અંદર ઘણી બધી સોસાયટીઓ સેલ્ફ લોક ડાઉનલોડ થયેલ છે જેમાં શાકભાજી કરિયાણું મેડિસિન દૂધ પહોંચતું રહે અને રોગચાળો ફેલાય નહિ તેવી અવિરત કામગીરી કરી તથા ૧૮ થી વધારે ૨૫ દિવસ ચાલે તેવી રાસન કઠોળની કીટ  જરુરિયાતમંદોના ઘરે પહોંચાડી છે. આ માટે વોર્ડ નંબર એકના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ પ્રમુખ હિતેશભાઈ મારુ, મહામંત્રી કાનાભાઈ સથવારા, યુવરાજસિંહ જાડેજા, વોર્ડ નંબર૧ના અગ્રણી રામદેવભાઈ આહીર, લલિતભાઈ વાડોલીયા, ગૌરવભાઈ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ વોરા, દિનેશભાઈ વાઘેલા, હસુભાઈ ચુડાસમા, નાગજીભાઈ  વરુ, લાલજીભાઈ બારીયા તથા આશિષ વાગડિયા સેવા યજ્ઞમાં જોડાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ ગઢવી, પીએસઆઇ શાખારા સાહિત્યકાર દેશ-વિદેશ પ્રખ્યાત એવા દેવાયતભાઈ ખવડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાળા, રાજકોટ ટ્રાફિક પોલીસ પીઆઈ ગડુ રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કગથરા આસિસ્ટન્ટ કમિશનર હર્ષદભાઈ પટેલ તથા ગોપાલ નમકીનના માલિક બીપીનભાઈ અઢિયા રસિકભાઈ ચેવડાવાળાના માલિક રાજુભાઈ તથા પેલિકન ઇન્ડસ્ટ્રીઝના માલિક કિશનભાઇ શાહ ડોક્ટર મોરિયા તથા તમામ કાર્યકર્તાઓ વોર્ડ નંબર-૧ની ટીમના રોગચાળો ફેલાય નહીં તે માટે થઈ જવાબદારી અને ગંભીરતાપૂર્વક જરુરિયાત મંદોના ઘરે ઘરે જઈ ફરસાણ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર વોર્ડ નંબર-૧ની ટીમ તથા આશિષ વાગડીયાના આ સેવાયજ્ઞમાં હર એક સમયમાં આ સેવાયજ્ઞ આગળ વધારતા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ મેરાણીનો સમગ્ર ટીમ તથા આશિષભાઈ વાગડિયા આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.