સ્વ. રસિકભાઇ પારેખે ર8 વર્ષ પૂર્વે પ્રજવલિત કરેલ સેવાયજ્ઞની જયોત આજે પણ ઝળઝળે છે
પૂ.સ્મિતાબાઇ મહાસતીજીની શુભ નિશ્રામાં યોજાયો કાર્યક્રમ: 175 જેટલા પરિવારોને સાધર્મિક કીટ અપાઇ
જૈન ક્રાંતિ તથા સત્કાર્ય સેવા સમિતિનાં સયુંકત ઉપક્રમે જૈન સમાજના જરૂરિયાત મંદ પરિવારોને સાધર્મિક કીટ વિતરણ કરવામાં આવ્યું.છેલ્લા 28 વર્ષથી આ કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.સ્વ રસિકભાઈ પારેખ દ્વારા સાધર્મિક કીટ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી અન્ય જૈન સમાજના અગ્રણી,કરણી સેનાના ઉપાધ્યક્ષ જે.પી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.175 પરિવારને જીવન જરૂરિયાત વસ્તુની કીટ સાથે દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જૈન ક્રાંતિ દ્વારા છેલ્લા 28 વર્ષથી સા ધાર્મિક કીટ વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સેવાના યજ્ઞ અને પ્રજુલિત કર્યો છે જેને તેમના પરિવાર તથા સભ્યો દ્વારા અવિરત શરૂ રાખવામાં આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમને પ્રારંભ કરવામાં આવ્યો હતો.તેમજ આદરણીય પરમ પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજીની શુભનીશ્રામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાધર્મિક કીટમાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપવામાં આવે છે.દિવાળીના પર્વ નિમિત્તે આ વખતે કીટમાં મીઠાઈ તથા ફરસાણનું પણ વિતરણ કરાયું હતું. જૈન ક્રાંતિ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના ફોર્મ ભરવામાં આવે છે.ત્યારબાદ તેમને કીટનું વિતરણ કરવામાં આવે છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમીરભાઈ પારેખ,અજયભાઈ વખારીયા જૈન ક્રાંતિ સંસ્થાના સભ્યો તથા સત્યકાર્ય સેવા સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
સ્વ રસિકભાઈ પારેખે જૈન સમાજના ઉત્કર્ષ માટે ખૂબ સારા કાર્ય કર્યા છે:વિજયભાઈ રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રસિકભાઈ પારેખે જૈન સમાજના ઉત્કર્ષ માટે ખૂબ સારા કાર્ય કર્યા છે.જૈન અગ્રણી રસિકભાઈ પારેખની સ્મૃતિમાં સાધર્મિક પરિવારને દિવાળીની મીઠાઈ તથા જીવન જરૂરિયાત વસ્તુની સામગ્રી નું વિતરણ કરવામાં આવે છે.
જરૂરિયાતમંદ પરિવારોને ફોર્મ ભરાવવામાં આવે છે: અજયભાઈ વખારીયા
જૈન ક્રાંતિના અજયભાઈ વખારીયાએ જણાવ્યું કે,સાધર્મિક પરિવારને કીટમાં ચા,ખાંડ,તેલ,ચોખા સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવે છે.જરૂરિયાતમંદ પરિવારોને ફોર્મ ભરાવવામાં આવે છે ત્યારબાદ કીટ વિતરણ કરાય છે.
આ સેવાના યજ્ઞને અવિરત શરૂ રાખવામાં આવશે: રાકેશભાઈ ડેલીવાળા
રાકેશભાઈ ડેલીવાળા એ જણાવ્યું કે,સત્કાર્ય સેવા સમિતિ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે.આ સેવાના યજ્ઞને અવિરત શરૂ રાખવામાં આવશે.