દર્શનભાઈ પેંગ્યાતાર અને જગદીશભાઈ ચૌહાણનું સંયુકત આયોજન: વિતરણ પ્રસંગે શહેર પ્રમુખ કમલેશ મીરાણી તથા મેયર બીનાબેન આચાર્ય સહિતનાં મહાનુભાવોએ હાજરી આપી
કોરોનાની મહામારીનાં ભય વચ્ચે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સામાજિક સંસ્થાઓ અને દિલેર દાતાઓ આગળ આવ્યા છે. રંગીલા રાજકોટ શહેરમાં પણ દાતાઓએ દાનની સરવાણી વહાવી છે. રાજકોટનાં આદીવાસી ભીલ સમાજે સરકારનાં આદેશનું પાલન કરીને સ્વયંભુ શિસ્તા દેખાડી છે. વર્તમાન પરિસ્થિતિમાં ભીલ સમાજમાં કેટલાક પરિવારો રોજે રોજનું કમાઈને ગુજરાત ચલાવી રહ્યા છે લોકડાઉનમાં તેમને રોજગારી કે પૈસાની આવક ન થતા તેમની કફોડી હાલત બની છે. ભીલ સમાજનાં જરૂરિયાતમંદ પરિવારો માટે દર્શનભાઈ પેંગ્યાતાર (ભુતખાના) તથા જગદીશભાઈ બચુભાઈ ચૌહાણ (બગાકાકા) દ્વારા અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ભીલ સમાજ માટે ૩૫૦ કિટ તથા અન્ય પરિવારો માટે ૧૫૦ કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજીત ૫૦૦ કિટનું વિતરણ કરાયું હતું.
આ સેવા કાર્યમાં પ્રિતેશભાઈ પટેલ, પ્રકાશભાઈ વીરડા, મુસ્તુફાભાઈ અંસારી, વીરલભાઈ મહેતા, જીનીયશભાઈ સુવેરા, અંકીતભાઈ ચૌહાણ, હિરેનભાઈ જોબનપુત્રા, જયરાજભાઈ જાડેજા, અમિતભાઈ કાનાબાર, વિશેષભાઈ પેંગ્યાતાર, ઉપેન્દ્રભાઈ મારવણીયા, પૂર્વેશભાઈ માલી, હેપીભાઈ, ભાવેશભાઈ કોટક, સાગરભાઈ, કેતનભાઈ રાઠોડ, ચેતનભાઈ ચૌહાણ, પોપ્યુલર શોપ નં.૧૭ તથા ગોપાલભાઈ બોરાણા, વાસવીબેન સોલંકીનો સહયોગ મળ્યો હતો. કિટ વિતરણ કાર્યમાં શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, હરીશભાઈ જોષી અને જયંતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.