કોઇપણ જાતનું દાન લીધા વગર એક માસથી ચાલે છે અવિરત સેવાયજ્ઞ
ઉમિયા મહિલા સમિતિના પ્રમુખના નેતૃત્વમાં કોઈપણ જાતનું દાન લીધા વિના ૭૫૦ રાશનકીટનું વિતરણ તેમજ છેલ્લા ૧ મહીના થી રોજ ના ૧૦૦૦ થી ૧૨૦૦ લોકોને ફુડ પેકેટ તેમજ ભોજન પીરસવામાં આવી રહયું છે.
ઉમિયા મહિલા સમિતિ રાજકોટ ના પ્રમુખ જયોતિબેન ટીલવા,ઉમિયા યુવા સમિતિ સૌરાષ્ટ્ર ના પ્રમુખ ધર્મેન્દ્ર ઉકાણી,શ્રી ઉમિયા યુવા સમિતિ રાજકોટના પ્રમુખ તેમજ રાજકોટ શહેર યુવા ભાજપના મંત્રી,યુવા એડવોકેટ કિશન ટીલવા,આનંદ અમૃતીયા,યોગેશ ભુવા,વિકાસ વાછાણી,પાર્થ કોરીંગા,જય કુમાર,કનક મેંદપરા,અતુલ દેત્રોજા,પિનલ ટીલવા,કમલેશ કાલાવડીયા,વિશાલ બોડા,ફન્ડાનીસ પાડલીયા,કેવલ ખીરસરીયા,સંદીપ કાલરીયા,ડેનીસ હદવાણી,ધૃવ કાલરીયા,વૈભવ ભુવા,ગોકુલ વાછાણી વગેરેના સહયોગી પ્રયાસ થી કોઈપણ જાતના દાન લીધા વિના પોતાના સ્વખર્ચે છેલ્લા ૧ મહીના થી અવિરત સેવાઓ થઇ રહી છે.
આ ટીમ ના માધ્યમ થી અલગ અલગ ઝુપડપટીઓમાં દરરોજ બપોરે ૧૦૦૦ થી પણ વધુ લોકોને ગાઠીયા, બુંદી, બીસ્કીટ, ચવાણું, મોહનથાળ વિગેરે ના ફુડ પેકેટ તેમજ દરરોજ સાંજે ૧૦૦૦ થી પણ વધુ લોકોને ગરમા ગરમ રોટલી,પુરી,શાક,ખીચડી,ચાપડી-ઉંધીયું,બટેટા પૌવા,પાઉંભાજી વિગેરેનું અલગ અલગ ભોજન આ ટીમ દ્વારા જ બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે તેમજ કોઈપણ જ્ઞાતિના અતિ ગરીબ પરીવારોને આ ૧ મહિનાની અંદર ૭૫૦ રાશનકિટ નુ પણ વિતરણ કરવામાં આવ્યું છે ભોજન યજ્ઞ પેરેડાઇઝ હોલ, કોસ્મોપ્લેક્ષ સિનેમાની આગળ, કાલાવાડ રોડ રાજકોટ ખાતે બનાવવામાં આવી રહી છે. તેમજ આ ટીમ ના માધ્યમ થી કુતરાઓને બીસ્કીટ,પક્ષીઓ ને ચણ,ગાયને ધાસચારો,ન્યારી ડેમ ખાતે માછલાંઓને ગાઠીયા,રોટલી ખવડાવા જેવી અનેકવિધ સેવાઓ થઈ રહી છે.