મેગા ફાઈનલની ઝાકમઝોળ વચ્ચે પ્રથમ વિજેતાઓને બાઇક તથા સ્કૂટર અપાયા
માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવલા નોરતા સોમવારે સમાપ્ત થયા હતા જયારે મંગળવારે રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯માં ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડ યોજાયો હતો. નવ દિવસ સુધી જે લોકો પ્રિન્સ પ્રિન્સેસ અને વેલડ્રેસમાં જે લોકોનો નંબર આવ્યો હોય તે લોકો વચ્ચે રસાકસી જામી હતી. ખેલૈયાઓ વેલડ્રેસમાં સજજ થઈ રમઝટ બોલાવવા આવ્યા હતા.
મેગા ફાઈનલ રાઉન્ડમાં સીનીયરમાં પ્રથમ પ્રિન્સ તરીકે ભાવિન રાજવીર, સેક્ધડ પ્રિન્સ તરીકે હર્ષ પુજારા, ત્રીજા નંબરે કેવિન ભીમાણી, ચોથા નંબરે અલ્પેશ અઢીયા અને પાંચમાં નંબરે ક્રિશ અઢીયા જયારે સીનીયરમાં પ્રથમ પ્રિન્સેસ તરીકે ભૂમિ પંચમતીયા, બીજા નંબર પર પૂજા ગોંધીયા, ત્રીજા નંબર પર કોમલ ભોજાણી, ચોથા નંબર પર ધૃતિ વિઠલાણી અને પાંચમા નંબર પર હીરલ જોબનપુત્રાએ નંબર મેળવ્યો હતો. જુનીયરમાં પ્રથમ પ્રિન્સ તરીકે મીત કારીયા બીજા નંબર પર ભવ્ય મણીયાર, ત્રીજા નંબર પર ક્રિશ કેશરીયા ચોથા નંબર પર પ્રિયાંશ ખગ્રામ અને પાંચમા નંબર પર આયુષ વિઠલાણી જયારે જુનીયરમાં પ્રથમ પ્રિન્સેસ તરીકે ફલોરેન્સ ભીમાણી સેક્ધડ નંબર પર ધાર્વી પોપટ, ત્રીજા નંબર પર પલ કારીયા, ચોથા નંબર પર શ્રેયા કારીયા અને પાંચમા નંબર પર ક્રિશા શીંગાળાએ નંબર મેળવ્યો હતો. જેને મુખ્ય અતિથિઓએ લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
મેગા ફાઈનલમાં પ્રથમ પ્રિન્સને આન હોન્ડાના શ્યામભાઈ રાયચૂરા તરફથી સ્પ્લેન્ડર અને ધરતી હોન્ડાના દિનેશ લાખાણી તરફથી પ્રથમ પ્રિન્સેસને એકિટવા આપવામા આવ્યા હતુ. આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી હસુભાઈ ભગદેવ,પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, હિરેન કારીયા, સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.