બીનખેતીની પ્રક્રિયા ઓનલાઈન થતાં પાંચ દિવસમાં અરજદારોની જમીન બીનખેતી થાય છે

રાજ્ય સરકાર દ્વારા બીનખેતીની જટીલ પ્રક્રીયાનું સરળીકરણ કરવાનાં ક્રાંન્તીકારી નિર્ણયી બીનખેતીની પ્રક્રીયા પાંચ દિવસમાં પૂર્ણ થાય છે. ઓનલાઇન અરજી-ઓનલાઇન પેમેન્ટ અને હુકમ પણ ઓનલાઇન મળે છે, તેમ કલેકટર અજયપ્રકાશે જણાવ્યું હતું.

વેરાવળ ખાતે એક સો ૨૬ અરજદારોને ઓનલાઇન નિર્ધારીત પ્રક્રીયા પૂર્ણ કરી બીનખેતીનાં હુકમ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયતનાં પ્રમુખ  રૈયાબેન જાલોંધરાનાં અધ્યક્ષસને યોજાયો હતો. આ પ્રસંગે કલેકટરે વધુમાં કહ્યું કે, મહેસુલ વિભાગનાં ઓફલાઇની ઓનલાઇન કરવાનાં નિર્ણયી શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ વચ્ચે ગીર-સોમના જિલ્લામાં સુંદર કામ થયું છે. અરજદારો માટે હેલ્પડેસ્કની પણ સુવિધા છે. કલેકટરે જમીન શાખાનાં તમામ કર્મચારીઓને ઝડપભેર કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભે અધિક જિલ્લા કલેકટર એચ.આર.મોદીએ ઓનલાઇન બીનખેતીની પ્રક્રીયાની સમજણ આપી સૈાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી ડાયાભાઇ જાલોંધરા, આસી.કલેકટર નીતીન સાંઘવાન, નાયબ કલેકટર આર.આર.ગોહીલ સહિત વહિવટીતંત્રનાં અધિકારીઓ-અરજદારો ઉપસ્તિ રહ્યા હતા. આભારદર્શન મામલતદાર દેવકુમાર આંબલીયા અને કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવતે કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.