સ્વ.શંકરલાલ રાયમંગીયાની સ્મૃતિમાં ૨ હજાર જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક અપાઈ
ઓખા આરંભડા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બારાઈ પરીવાર દ્વારા ઓખા પંથકમાં અનેક સેવાકિય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે જેવી કે બટુક ભોજન, દરરોજ ગૌસેવા, પક્ષીઓ માટે ચબુતરા, ધાર્મિક પ્રસંગોએ સમુહ ભોજન, શિક્ષણ સહાય, વૃદ્ધ, વિધવા પેન્શન જેવી અનેક પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમાં ઓખા સર્વોદય મહિલા ઉધોગ મંડળમાં તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક ફુલસ્કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલા સુરજકરાડી, આરભંડાની તમામ શાળાઓમાં બે હજાર જેટલી ફુલસ્કેપ નોટુના વિતરણ કર્યા બાદ આજે ઓખાના વિદ્યાર્થીઓને નોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મનસુખભાઈ બારાઈ સાથે સર્વોદય મહિલા ઉધોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન .સોમૈયા, ઓખા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુભાષભાઈ ભાયાણી, સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ કાનાણી, રમેશભાઈ મજીઠીયા, વિશાલ પીઠીયા વગેરે તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ભગીરથી કાર્યને સફળ બનાવવા મહિલા મંડળના સદસ્યો દેવીલાબેન દવે, દક્ષાબેન ગાંધી, મીનાબેન ધોકાઈ, મધુબેન મહેતા સાથે હરેશભાઈ ગોકાણીએ જહેમત ઉઠાવી હતી.