- શહેરભરમાં તિરંગો લહેરાવી દેશપ્રેમના રંગે રંગાશે શહેરીજનો
Jamnagar news : દેશની આનબાન અને શાન એવા તિરંગા ને ફરી આપણા આંગણે ફરકવાનો અમુલો અવસર સાંપડ્યો છે ત્યારે આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના ઘેર કાર્ય સ્થળે દુકાન અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આવવાન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત જામનગર પોલીસ દ્વારા શહેરમાં ડીકેવી સર્કલ ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ભારતનો તિરંગા માત્ર એક કપડાનો ટુકડો નથી પરંતુ સમૃદ્ધ ઇતિહાસ સાંસ્કૃતિક વિવિધતા અને ભવિષ્યની આકાંક્ષાઓ નું પ્રતીક છે.
કોઈપણ દેશવાસી દૂરથી પણ આપણા તિરંગા ને જુએ ત્યારે દેશભક્તિ અને ગર્વની લાગણી અનુભવે છે જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં તિરંગો હોય ત્યારે તે દેશ પ્રત્યે વફાદારી અને પ્રેમ વ્યક્ત કરતો હોય છે. તેમજ તારીખ 12 થી 15 ઓગસ્ટ સુધી ધ્વજ સહીતાને ધ્યાનમાં રાખીને હર હર તિરંગા લેરાવીએ રાષ્ટ્રપતિએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર ને ઝડપી લેશે ત્યારે જામનગર વાસીઓ પણ આખા શહેરમાં તિરંગો લહેરાવી દેશપ્રેમના રંગમાં રંગ આવવામાં કોઈ કચાસ છોડશે નહિ.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ શહેરના ડીકેવી સર્કલ ઉપર પોલીસ વિભાગ દ્વારા દરેક ઘરે આપણો તિરંગો પહોંચે એટલા માટે તિરંગા આપવા માટેનું અભિયાન રાખેલું છે અને લોકોનો પણ સારો સહયોગ મળી રહ્યો છે અને લોકો બહુ આનંદથી 15 મી ઓગસ્ટ ઉજવણી માટે બધા સાથે મળીને સરસ રીતે આ વખતે 15 ઓગસ્ટની ઉજવણી કરીશું. આજે અમારે શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા બધી જગ્યાએ મોટા પ્રમાણે તિરંગા વિતરણ નું કાર્યક્રમ લોકોને સાથે મળીને યોજવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલુ તેમજ રાજેન્દ્ર દેવધા (ઉઢજઙ, ગ્રામ્ય), જયવીર સિંહ ઝાલા (ઉઢજઙ સીટી) તેમજ જઘૠ,કઈઇ સહિતના સ્ટાફ દ્વારા જામનગર ની અંદર તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.