આઝાદીના અમૃત પર્વે યોજાયેલ, ‘હર ઘર તિરંગા’ અને રાજકોટમાં યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં રાજકોટ નાગરિક સહકારી બેંક પરિવાર ઉત્સાહભેર ભાગ લેશે.
આ અંગે વધુ વિગત આપતાં બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહ્વાનના પ્રતિસાદરૂપે, ‘હર ઘર તિરંગા’ અને ‘તિરંગા યાત્રા’ને અનુલક્ષીને નાગરિક પરિવારમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તે છે.
સ્વાતંત્ર્યના આ મહાપર્વે તા. 12ને શુક્રવારે રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં નાગરિક પરિવારજનો બહોળી સંખ્યામાં સહભાગી થશે. આવી જ રીતે તા.13ને શનિવારથી તા.15ને સોમવાર સુધી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિના સદસ્યો અને કર્મચારીગણ આન-બાન અને શાનથી પોત-પોતાના નિવાસ ઉપર પરિવારના સદસ્યો સાથે તિરંગો લહેરાવશે.
બેંક દ્વારા પ્રત્યેક પરિવારને રાષ્ટ્રધ્વજ આપવામાં આવેલ છે.’અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક દ્વારા પ્રતિ વર્ષ રાજકોટમાં અને બહારગામની દરેક શાખામાં 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે છે અને તેમાં નાગરિક પરિવારજનો ઉત્સાહભેર ભાગ લે છે.