- દરરોજના ત્રણ લાખ લિટર પાણીના ક્લોરીનેશન માટે દરરોજનું 15 કિલો ક્લોરીન પાવડર નો વપરાશ
બગસરા નગરપાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો છતાં પાલિકા સત્તાધિશાનું જાણે કે પેટનું પાણી ન હોતું હોય તે દૂષિત પાણીની સમસ્યા ના કાયમી ઉકેલ માટે ’જા બિલાડી મોભા મોભ” જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાની લોકોમાંથી વ્યાપક ફરિયાદ ઊઠી હતી .
સરકારની નલ સેજલ યોજના અંતર્ગત ઘેરઘેર પીવાનું પાણીપહોંચાડવાના અભિગમ વચ્ચે બગસરા નગરપાલિકા ની વિતરણ વ્યવસ્થા માં છેલ્લા કેટલાક સમયથી ડોહોળા પાણીવ આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. બગસરામાં ડોહોળા પાણીવિતરણ ની સમસ્યા ના કાયમી ઉકેલ માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ એ ચીફ ઓફિસરને રૂબરૂ મળી પાણી સમસ્યાના ઉકેલની રજૂઆત કરી હતી અબ તક સાથેની વાતચીતમાં દિનેશભાઈ હડિયલ એ જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું ડોહોળા પાણીવિતરણ થતું હોવાની ફરિયાદના પગલે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરીને જન આરોગ્ય માટે જોખમી એવા ડોળા પાણીના બદલે ચોખા પાણીનો વિતરણ કરવાની માંગ કરી હતી ચીફ ઓફિસરે આ સમસ્યાના ઉકેલ માટેનીખાતરી આપી હતી પરંતુ જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો જનતાને સાથે રાખી આંદોલન કરશું તેમ પ્રમુખ દિનેશભાઈ હડિયલે જણાવ્યું હતું.
બગસરામાં પીવાના પાણી ની સમસ્યા અને પાણીના ક્લોરિનેશનમાં ક્લોરિનના પ્રમાણ માટે વિસંગતતા અંગેની ફરિયાદો વચ્ચે પાણી પુરવઠા વિભાગના મધુભાઈએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં પીવા નું પાણી મુંજીયાસર ડેમમાંથી આવે છે અત્યારે વર્ષના અંતમાં પાણી ડેમ ના તળિયે હોય, ડેમના કૂવામાંથી પાણી ભાંભળવું આવે છે અને આ પાણીને ચોખ્ખું કરવા માટે ફ્લોરિનેશન કરવામાં આવે છે .
બગસરાને રોજનું ત્રણ લાખ લીટર પાણી વિતરણ કરવામાં આવે છે આ માટે સુપર ક્લોરીનેશન માટે 15 કિલો ક્લોરીન વપરાશ કરવામાં આવે છે બીજી તરફ અત્યારે ઉનાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવ્યું હોવાનું પાણી પુરવઠા કર્મચારી મધુભાઈ એ જણાવ્યું હતું
ડહોળા પાણીની સમસ્યા દૂર કરવા અત્યારે નર્મદાનું પાણી અપાય છે. મધુભાઈ
બગસરા પાણી પુરવઠા વિભાગના મધુભાઈ ભાઈ જણાવ્યું હતું કે ડેમના ઉનાળાના દિવસો ચાલી રહ્યા છેમુંજ્યાયાસર ડેમના કૂવામાંથી આવતું પાણીડહોળુ આવે છે અત્યારે શહેરમાં નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવે છે
બગસરામાં ડહોળા પાણીની સમસ્યા દૂર નહીં થાય તો જન આંદોલન કરશું ચેમ્બર પ્રમુખ
બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડીયલે જણાવ્યું હતું કે પીવાના પાણીની સમસ્યા અંગે ચીફ ઓફિસરને મળ્યા હતા તેમણે આરોગ્યપ્રદ પાણીની ખાતરી આપી છે પરંતુ જો પાણીને સમસ્યાનો નિવારણ નહીં થાય તો અમે આંદોલન કરશું