ગોંડલ મેઘવાળ સમાજના આગેવાન અને સરકારી દવાખાને દર્દી નારાયણની સેવામાં ૨૪ કલાક કાર્યરત રહેતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા ગોંડલ શહેરના પત્રકારોની ચિંતા કરી ગ ૯૫ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ તકે દિનેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના નો કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં શહેરના જીતુભાઇ આચાર્ય, હિમાંશુભાઈ પુરોહિત, જીતુભાઈ પંડ્યા, જયેશભાઈ ભોજાણી, દેવાંગ ભોજાણી, વિશ્વાસ ભોજાણી, નરેન્દ્ર પટેલ, રવિ રામાણી, ભાવેશભાઈ ભોજાણી, આશિષભાઈ વ્યાસ, હરેશ ગણોદિયા, ઋષિ પંડ્યા, પૃથ્વીસિંહ જાડેજા, જયસ્વાલ ન્યૂઝ એજન્સી , ટોડીયા ન્યુઝ એજન્સી સહિતના પત્રકારો દ્વારા પોતાની જાતને જોખમમાં નાખી રિપોર્ટિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે કોરોના સંક્રમણથી તેઓ સુરક્ષિત રહે તેવા ઉદ્દેશ્યથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે દિનેશભાઈ માધડ દ્વારા પત્રકારોની ચિંતા કરવામાં આવી તે ખુબ સરાહનીય છે પત્રકારો હંમેશા પારકાના દુ:ખમાં ભાગ લઈ દુ:ખી થતા હોય છે પરંતુ પત્રકારોની કોઈપણ પ્રકારની ચિંતા કોઈ કરતું હોય તેવું જણાતું નથી આ એક સત્ય પણ કડવી હકીકત છે, જ્યારે દિનેશભાઈ દ્વારા જે લાગણી પત્રકારોને આપવામાં આવી છે તે દિલને સ્પર્શી જાય છે. તમામ પત્રકારો દિનેશભાઈ નો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.