ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં મિહલા સામખ્યનો કાર્યક્રમ કાર્યરત છે. જે ગ્રામ્ય લેવલની બહેનો સાથે શિક્ષણ દવારા સશિકતકરણની કામગીરી કરે છે. જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થીક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદૃાઓને આવરી લેવામાં આવેલ છે.
ગીર સોમનાથ જીલ્લાનાં પાંચ તાલુકાના ૧૦૦ જેટલા ગામમાં ૭૫૦૦ ફળાઉ તથા ઔષોધીય રોપાઓનું વિતરણ ગામડાની બહેનોને કરવામાં આવ્યુ હતુ. જેમા નર્સરીના અધિકારીઓ તેમજ જીલ્લા સંકલન અધિકારી ઉષાબહેન સોજીત્રા તથા સી.આર.પી. બહેનોએ ગામડાની બહેનોને ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ વિતરણ કરેલ હતુ.