ર૦ શાળામાં કીટ વિતરણ કરાયું
રાજકોટ મહાનગપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની વીસ શાળાઓમાં ધ અમેરીકન ઇન્ડીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્ટેમ બેઇઝડ ડિઝીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામથી બાળકોને અદ્યતન જ્ઞાન પુરુ પાડવામાં આવે છે. તેમાં બાળકોને જ્ઞાન સાથે જરુરી પ્રયોગો માટે શાળાઓમાં ગણિત-વિજ્ઞાન સાધનોની કીટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે શાળાઓમાં આચાર્યઓને અર્પણ કરવામાં આવેલ આ તકે પ્રમુખે જણાવેલ કે બાળકોમાં ભણતર પ્રત્યે વધુ ને વધુ નવચેતના જાગે તેમજ બાળકોને ઉતમ શિક્ષણ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી શાળાઓ માટે આવનાર વર્ષના બજેટમાં અનેક યોજનાઓ રાખેલ છે જેથી મઘ્યમ વર્ગના બાળકોને પણ અદ્યતન શિક્ષપ પ્રાપ્ત થઇ શકે.
વીસ શાળાઓમાં ફાળવેલ ગણીત-વિજ્ઞાન સાધનોની કીટ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં લાભ મળી રહેશે. નગર પ્રાથમીક શિક્ષણ સમીતી રાજકોટની કચેરી ખાતે ગણીત-વિજ્ઞાન સાધનોની કિટનું ભવ્ય પ્રદર્શન રાખવામાં આવેલ હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ શિક્ષણ સમિતિ ચેરમેન વા.ચેરમેન અને તમામ સદસ્યએ સાધનોના ઉપયોગ અને તેના દ્વારા શાળાઓમાં કરવામાં આવતા પ્રયોગો બાબતમાં ઉંડાણપૂર્વકની સમજણ મેળવી હતી.
કાર્યક્રમમાં આજરોજ શિક્ષણ સમીતીના વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય મુકેશભાઇ મહેતા, ભાવેશભાઇ દેથરીયા, અન્ય સદસ્યઓ અને શાળાના આચાર્યઓ હાજર રહ્યા હતા.