મોરબીના ટ્રાફિક જમાદાર દ્વારા ઉદ્યોગકારોને માસ્કનું વિતરણ કરાયું છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર માસ્ક પહેર્યા વગર વેપાર કરતાં વેપારીઓ ની સામે પણ ગુનો નોંધાય ચુક્યા છે તેમ છતાં પણ આજની તારીખે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નીકળતા ઉદ્યોગકારો થી લઈને સામાન્ય માણસો સુધીના લોકોમાં પોતાના મોઢા ઉપર માસ્ક લગાવતા નથી જે ગમે ત્યારે જે તે વ્યક્તિ અને તેના પરિવાર માટે જોખમરૂપ બની શકે તેમ છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાના ભાઈ દાબેલી વાળા પાસેના પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર વનરાજસિંહ ઝાલા દ્વારા તેના પોઇન્ટ પરથી પસાર થતા સામાન્ય નાગરિક થી લઈને સિરામિક ઉદ્યોગપતિ સુધીના લોકોને પોતાના ખર્ચે માસ્ક આપીને તેઓને ફરજિયાત પણે માસ્ક પહેરવા માટે એને સમજૂતી કરવામાં આવી રહ્યા છે