તાલુકા પંચાયત ભાવનગર કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાજુભાઇ ફાળકીએ પોતાને મળતી વિકાસની ગ્રાન્ટમાંથી કોરોનાના સમયમાં અતિ ઉપયોગી માતા, વૃદ્ધો અને બાળકોને ઉપયોગી એવી વિટામિન સી, પ્રોટીન પાવડર, વિટાલ ઝેડ પાવડર, બીપી, ડાયાબિટીસ, સ્કીનની ટ્યુબો, કાન-આખના ટીપાં વગેરે રૂ.૫૦,૦૦૦/- ની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલને ફાળવી હતી. આ દવાનું ચેરમેન શ્રી રાજુભાઇ ફાળકી, તાલુકા પંચાયત ઓફિસર શ્રી અનિરૂદ્ધસિંહ ગોહિલ, સરપંચ શ્રી નમ્રતાબેન ઉણેચા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભૂપતભાઇના વરદ હસ્તે સગર્ભા માતાઓને વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સરપંચ શ્રી નમ્રતાબેન તરફથી દર્દીઓ માટે ૯૦૦ જેટલા માસ્ક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફરિયાદકને ભેટ આપવામાં આવેલ હતા.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!