માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઘ્યેયને વરેલી સેવા સંસ્થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા જરૂરત મંદ ૧૪૪ જેટલા લોકોને કાચી ખીચડી, તથા ૧૧૮ જેટલા જરુરીયાત મંદોને ખાંડ, ગોળ, મમરા, પૌવા, નમકીન, ગોપાલ છાશ, નિમકના પેકેટ સહીતની અનાજની કીટનું વિતરણ કરાયું હતુઁ. સુરતથી ખાસ ઉ૫સ્થિત સંત પુનિત મહારાજના અનન્વ સેવક ચંદુભાઇ સેવારામભાઇ કુક્રેચાના હસ્તે પ્રારંભ થયો હતો. પ્રમુખ સ્થાને અંકિત એસ્ટેટ તથા શ્રીજી ગૌશાળાવાળા દાતા દીલીપભાઇ સોમેયા તેમજ અતિથિવિશેષ તરીકે આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણ, વી.એચ.પી. દ્વારકા જીલ્લાના અઘ્યક્ષ મનસુખભાઇ બારાઇ, શિવસેનાના સુપ્રીમો જીમ્મીભાઇ અડવાણી, વિવેકાનંદ સેવા સમિતિવાળા જે.ડી. ઉપાઘ્યાય, વેલ્યુઅર દિલીપભાઇ ચંદારાણા, એડવોકેટ જતીનભાઇ કારીઆ, ડો. પુજનભાઇ ગાંધી તથા ડો. જયદીપભાઇ યાદવ, ડો. મેધાબેન જોશી, ડો. દેવાંગભાઇ મહેતા, શૈલેશભાઇ ભુપતાણી, આદર્શ મંડપવાળા કનૈયાલાલ કુકેચા, સર્વહિત એકયુપ્રેસર વાળા ભાવનાબેન મહેતા તથા મધુબેન જોશી વગેરે ઉ૫સ્થ્તિ રહ્યા હતા.
તમામ લાભાર્થીઓને ખાઁડ, ગોળ, ખીચડી, નમકીન, મમરા, પૌવા, નિમક તથા છાશ દાતા દિલીપભાઇ સોમૈયા, ધોઘુભા બાપુ (પૃથ્વીસિંહજી જાડેજા તા. પંચાયત પ્રમુખ) સ્વ. કિરણબેન પંડયા આર.એસ.બાવીસી પરિવાર ઓનેસ્ટ સ્ટોરવાળા દીપકભાઇ ખેતાણી, પરાગભાઇ પારેખ, કમલભાઇ પોબારુ, રાજુભાઇ ગાંધી, ડો. એન.જે. મેધાણી તથા મોરબીવાળા ભરતભાઇ ચંદે તરફથી મળ્યા હતા.
કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના તથા મંત્રી કે.ડી. કારિઆ, રોહિતભાઇ કારિઆ, દિનકરભાઇ રાજદેવ, ધૈર્યભાઇ રાજદેવ સહીતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.