આચાર્ય ભગવંત પૂ. યશોવિજયજી મ.સા. એવમ અજરામર સ.ના પૂ. કમલપ્રભાજી મહાસતીજીની પ્રેરક ઉપસ્થિતિ: જૈન શ્રેષ્ઠીવર્યોએ જૈન વિઝનની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન આપ્યા
ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આજરોજ ૫૦૦ ઉપરાંત સાધર્મિક પરિવારોને જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરી પુણ્ય ઉપાર્જનનું સદકાર્ય કર્યું.
કરૂણા સાગર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્રની સુવિખ્યાત “જૈન વિઝન” સંસ્થા દ્વારા આજરોજ શનિવાર તા. ૨૪/૦૩/૨૦૧૮ ના રોજ વિશાશ્રીમાળીની વાડી કરણપરા ખાતે ૫૦૦ ઉપરાંત સાધર્મિક જરૂરિયાતમંદ પરિવારોને જીવન ઉપયોગી ચીજવસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ આ શુભ અવસરે આચાર્ય ભગવંત પૂ. યશોવિજયજી મ.સા. એવમ અજરામર સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ. કમલપ્રભાજી મ.સ. ઉપસ્થિત રહી જૈન વિઝન ટીમને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જનના સદકાર્યો કરવા બદલ સાધુવાદ પાઠવેલ પૂ. ગુરુ ભગવંતે ફરમાવ્યું કે મળેલ સંપત્તિનો શક્તિનો સમયનો સદ્પયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી માનવભવને સફળ બનાવજો
આ પાવન પ્રસંગે ગોંડલ નવાગઢ સંઘના પ્રવીણભાઈ કોઠારી અધિક કલેક્ટર હર્ષદભાઈ વોરા સોનમ કલોકના દિપાબેન જયેશભાઇ શાહ આર્કેડીયા શેરના સુનિલભાઈ શાહ અમીનેશભાઈ રૂપાણી દામીનીબેન કામદાર અરુણાબેન મણિયાર જયવંતભાઈ મહેતા જીતુભાઇ મારવાડી ગીરીશભાઈ મહેતા અનિશભાઈ વાધર મધુભાઈ ખંધાર કૌશિક વિરાણી નિલેશ કોઠારી જતીનભાઈ મોવાણી નવનીતભાઈ દોશી તથા ઉદારદિલા દાતાના સૌજન્યથી અમૂલનું ૧કિલો શુદ્ધ ઘી રાઈસ બ્રાન તેલ ૧કિલો સુરજ બેસન ૧કિલો મધુર ખાંડ ૧કિલો પારસમણી ગોળ ૧કિલો અને આવવા જવાનો ખર્ચ ૫૦રૂ. આપેલ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાયેલ હતો સમગ્ર સાધર્મિક કાર્યક્રમનું સુંદર સંચાલન મનોજભાઈ ડેલીવાળાએ કરેલઆભાર વિધિ ગૌરવ દોશીએ કરેલ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના ૧૫૦ થી વધારે લેડિઝ અને જેન્ટ્સએ જહેમત ઉઠાવેલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,