શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાના કોઈપણ ખેડુત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ.૫૦૦૦૦ તેમના વારસદારને ચુકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે.તાજેતરમાં કુંકાવાવ, વડીયા તાલુકાના જંગર ગામના ખેડુત ખાતેદાર કનુભાઈ રવજીભાઈ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતા ખેડુત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણી ને રૂ. પચ્ચાસ હજાર બજાર સમિતિ તરફથી રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ, બજાર સમિતિના ચેરમેન કાંતીભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડીરેકટર્સ પરશોતમભાઈ કુંનડીયા, ગોરધનભાઈ કાનાણી ધીરૂભાઈ વસાણી તથા જંગર મંડળીના પ્રમુખ ભગવાનભાઈ મોવલીયા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડુતના ઘરે જઈ તેના પરિવારને ચેક અર્પણ કર્યો હતો
Trending
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો
- ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીથી ભરચક્ક: ભાવે ખેડુતોને રાતાપાણીએ રડાવ્યા
- Realme 14x ભારતમાં થયો લોન્ચ…
- ફકત 40 કલાકમાં જ 451 વર્ષના બંધનમાંથી છુટકારો
- ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજીત દશાબ્દી મહોત્સવમાં બ્રહ્મ ચોર્યાસી યોજાઈ
- EDએ મની લોન્ડરિંગ કેસમાં મલ્લિકા શેરાવતનું નિવેદન નોંધ્યું