સાવરકુંડલા માં જરૂરીયાત  મંદ લોકો ને દિનેશચંદ્ર  બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટ – તરફથી બ્લેન્કેટ અને ગરમ કપડા નું વિતરણ કરાયું હતું.

દિનેશચંદ્ર  બાલચંદ સુંદરજી દોશી ચેરીટેબલ ટ્રસ્ટની સાવરકુંડલા શાખા દ્વારા કડકડતી ઠંડીમાં જે લોકો ને રહેવાનો આસરો  નથી  અને ફુટપાથ પર કે ખુલ્લી જગ્યામાં  આ કડકડતી ઠંડીમાં કુંટુંબ  સાથે રાતવાસો કરનાર  ગરીબી રેખા નીચે જીવતાં જરુરીયાત મંદ લોકો ને  શિયાળાની કડકડતી ઠંડી થી રક્ષણ આપવા માટે આ ટ્રસ્ટ દવારા આવા સ્થળ પર જઈને આવા લોકો ને શોધીને ગરમ બ્લેન્કેટ અને ગરમ કપડા અને ખાસ કરીને નાના બાળકો ને નાના ગરમ કપડા નું વિતરણ કરવામાં આવે છે તેમજ સાવરકુંડલા ની અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પણ  આ બ્લેન્કેટ  અને  ગરમ કપડા આપીને તેમના દ્વારા પણ  વિતરણ કરવામાં આવે છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં આશરા વગરના લોકો  જે બહાર ખુલ્લા માં સુતા હોય તેમને શોધી કાઢી  મધ્ય  રાત્રીએ પરાગભાઇ ત્રીવેદી, પ્રફુલ્લભાઈ ગોસાઈ,વિજયભાઈ,મહમદભાઈ કપાસી, હરદીપભાઈ સોંદરવા તથા ટ્રસ્ટનાં કાયેકૃતાઓ દવારા  ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવે છે.આ રીતે આ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના અનેક કાયો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.