તાલુકા હેલ્થ કચેરી માણાવદરના આરોગ્ય કર્મચારીઓ દ્રારા માણાવદર શહેર અને ગામ્ય વિસ્તારમાં ધરે ધરે જઇને હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધે એવી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. આ દવા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા ફાળવવામાં આવે છે માણાવદર તાલુકા હેલ્થ ઓફીસર શિલ્પાબેન જાવિયા દ્રારા તમામ લોકોને આ દવા ગળવા અનુરોધ કરે છે. આ દવા કંઈ રીતે લેવી તેની માહિતી પણ આપેલ છે. આ દવા માણાવદર તાલુકાના ૫૬ ગામોમાં કુલ વસ્તી ૧,૩૦,૦૦૦માં કુલ ધર ૩૩૬૬૭માં ધરે ધરે ફરીને આ દવાનુ વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.