જૂનાગઢ તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી ગુણવંતીબેન પરમારની દેખરેખ તળે જૂનાગઢ આઇ.સી.ડી.એસ. ઘટક-૨માં સુખડી વિતરણનું સુચારૂ રીતે કાર્ય થઇ રહ્યુ છે. મજેવડી સેજાનાં ૩૨ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ૩ થી ૬ વર્ષ સુધીની વય જુથમાં આવતા બાળકોને પુરક પોષણ મળી રહે તે માટે મુખ્ય સેવીકા દુધીબેન પટોળીયાનાં સુપરવીઝન હેઠળ આરોગ્યપ્રદ નિયત માત્રામાં નિ:શુલ્ક વિતરણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો દ્વારા સરકાર દ્વારા પુરા પડાતા કાચા માલથી આરોગ્ય પ્રદ સુખડીનું નિર્માણ કરી નોંધાયેલ ત્રણ વર્ષથી ઉપર અને ૬ વર્ષથી નીચેની વયજુથનાં બાળકોને એક-એક કીલો સુખડી હાથો હાથ કાર્યકર્તા બહેનો ઘરે ઘરે જઇને વિતરીત કરી રહી છે.