પંચનાથ મહાદેવ મંદિર ખાતેથી ૫૦૦થી વધુ પ્રકૃતિ પ્રેમીઓએ રોપા મેળવ્યા
શહેરના આસ્થાનું પ્રતિક સભા પંચનાથ મહાદેવ મંદિર ખાતે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક તુલસીના રોપાનું વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે ગુણવાન તુલસીના ૫૦૦થી ૬૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તથા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આ રોપાઓ લેવા માટે ઉમટયા હતા.
દેવાંગભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે પંચનાથ મહાદેવ મંદિર ખાતે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કાર્યક્રમ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ આયોજન પંચનાથ મંદિર ખાતે સર્જન ફાઉન્ડેશનની ટીમ સુરેશભાઈ પરમાર તેમજ કાર્યકરો દ્વારા કરાઈ છે. રાજકોટની જનતા અમારા દ્વારા થતા રોપાવિતરણની રાહ જોતી હોય છે. અને પંચનાથ મંદિરમાં પૂછપરછ કરતા હોય છે. ૫૦૦થી ૬૦૦ જેટલા રોપા એક દિવસમાં વેચવામા આવ્યા છે. આપણે જાણીએ છીએ તુલસીના અનેક ગુણ છે. ત્યારે આ ખૂબજ સરસ કાર્ય અહી કરાયું છે. માટે અમારી પણ આગ્રહ છે કે દર વર્ષે આરોપા વિતરણનો મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ લાભ લે.