આઇસીઆઇસીઆઇ બેન્કની છ બ્રાન્ચમાંથી ફોર્મ મેળવી 8 જૂન સુધીમાં પરત કરી શકાશે
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા) દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા એમઆઇજી પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા 139 આવાસની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક, ચારની જુદીજુદી શાખાઓમાંથી મંગળવારથી બે જૂન સુધીમાં અરજી ફોર્મ મેળવી વિગતો ભરીને 8 જૂન સુધી પરત કરી શકાશે.
જે અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખથી રૂ.7.50 લાખ સુધી હોય અને ઘરનું ઘર ધરાવતા ન હોય તેવા કોઈ પણ અરજદારઓ નિયત કરી બેન્કની કોઇપણ બ્રાન્ચમાંથી રૂ.100/- ની ફોર્મ ફી(નોન રિફંડેબલ) ચૂકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારએ નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા.08 જૂન સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં ડિપોઝીટ ની રકમ, રૂ.20 હજાર રિફંડેબલ, સાથે જમાં કરવાનું રહેશે.
આવાસની સુવિધામાં ત્રણ રૂમ, એક હોલ, રસોડું, સંડાસ, બાથરૂમનો સમાવેશ થાય છે જેનો કાર્પેટ એરિયા (અંદાજીત) 60 (ચો.મી.) હશે. આવાસની કિમત રૂ.18 લાખ (અઢાર લાખ) રહેશે. મુદત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણીનો “ઈ-ડ્રો” કરવામાં આવશે.