ગોંડલ સંપ્રદાયના યુગ દિવાકર પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલ અહમ યુવા સેવા ગૃપ રાજકોટ
અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જેવી કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને
ઉપયોગી વસ્તુઓ પુરી પાડવી, પ્રજ્ઞાચક્ષુઓને જમણવાર તેમજ તેઓને ઉપયોગી વસ્તુઓ પુરી પાડવી, અનાથાશ્રમના
બાળકોને શૈક્ષણિક સહાય, વિવિધ સ્થળોએ પીકનીક કરાવવી, હોસ્પીટલમાં જરૂરીયાત મંદોને દવા પુરી પાડવી,
ગૌશાળામાં રહેતા મુંગા પશુ-પંખીઓને સહાયરૂપે અનુદાન, સ્લમ અને ગ્રામ્ય વિસ્તારની શાળામાં ભણતા બાળકોના
અભ્યાસ માટેની સહાય, ઉનાળામાં છાશ વિતરણ વગેરે વગેરે…

અર્હમ્ યુવા સેવા ગૃપ દ્વારા ઘરે ઘરેથી પસ્તી એકઠી કરવામાં આવે છે અને તેમાંથી ભેગી થયેલી રકમમાંથી વિવિધ
પરોપકારી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. આપ જાણો છે કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે અને અભ્યાસ માટેનો ખર્ચ
દિન પ્રતિ દિન વધતો જઇ રહ્યો છે, આવા સંજોગોમાં મધ્યમવર્ગીય કુટુંબના બાળકો માટે અભ્યાસ ખર્ચ મોંઘો થતો જઇ રહ્યોછે.

આવો કઠીન સંજોગોમાં અહંમ યુવા સેવા ગૃપ દ્વારા પસ્તીમાંથી એકઠી થયેલ રકમમાંથી બાળકોને સહાયરૂપ થવા
રાહતદરે ચોપડા (ફૂલસ્કેપ નોટબુકોનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ કાર્યક્રમનું આયોજન
તા. ૧૦-૬-૨૦૧૮ રવિવારના રોજ રાજકોટ અને ગોંડલ બપોરે ૪:00 થી ૬:00 વાગ્યા સુધી નીચે જણાવેલ સ્થળો ઉપર
કરવામાં આવેલ છે, ભાવનગર અને જૂનાગઢમાં સવારે ૯:૩૦ થી ૧૨ઃ૩૦ નીચે જણાવેલ સ્થળ ઉપરથી કરવામાં આવશે.
ચોપડા લેવા આવો ત્યારે વિદ્યાર્થીએ માર્કશીટની નકલ અને ઓરીજીનલ માર્કશીટ સાથે લાવવી જરૂરી છે. ૧ માર્કશીટ ઉપર
ફકત ૧૦ ચોપડા જ મળશે.

૧. સેતુ સેલ્સ, હનુમાન મઢી ચોક, નિર્મલા કોન્વેન્ટ રોડ, શ્યામ હોસ્પીટલ સામે
૨. હેન્ડસમ ક્રિએશન, નોબલ હાઉસ પાસે, નુતનનગર હોલ સામે, કાલાવડ રોડ
૩. રેસકોર્ષ પાર્ક પાસે, એરપોર્ટ રોડ
૪. કેનાલ રોડ, કાપડ મીલ સામે
૫. ભક્તિનગર સર્કલ પાસે,
૬. કીંઝ પ્લાઝા, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ,
૭. મહેતા જેન ઉપાશ્રય, ૨૦, ભોજરાજ પરા, ગોંડલ
૮. પ્રકાશ રોલીંગામીલવાળાનું બિલ્ડીંગ, સૂચક હોસ્પિટલવાળી ગલીમાં, કાળુભા રોડ, ભાવનગર,
૯. રેડ ક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ.
આપ પણ આ સેવાકીય પ્રવૃતિમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ ફાળો આપી શકો છો. આપના ઘરમાં
રાજ રહેલી પસ્તી ડોનેટ કરવા આપ સંપર્ક કરો મો. ૯૦૬ ૩૭ ૧૨૨૪૪ ઉપર કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.