અન્ન નાગરિક પુરવઠા વિભાગની સરાહનીય કામગીરી
રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાનુંજીવન જીવવા માટેની તમામ પાયાની ચીજ વસ્તુઓ મળી રહે, તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાછે. પાયાની જરૂરિયાતોને પૂરી પાડવાના હેતુથી અસરકારક જાહેર વિતરણ વ્યવસ્થા, સમાજના નબળા વર્ગને વ્યાજબી ભાવે આવશ્યક ચીજ-વસ્તુઓની પૂરતી માત્રામાં ઉપલબ્ધ થાય તે સરકાર સુનિશ્ચિત કરે છે. રાજ્ય સરકાર દ્વારા અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા (એન.એફ.એસ.એ.) રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના ભાગરૂપે અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. આયોજનામાં રાશનકાર્ડ ધરાવનારા, આર્થિક રીતે પછાત નાગરિકોન ેવિવિધ પ્રકારની સામગ્રી જેમકે, અનાજ, તેલ તેમજ પાયાની ખાદ્યવસ્તુઓ આપવામાં આવેછે.
જેના ભાગરૂપે એપ્રિલ મહિનાના અંત સુધી કુલ 2,94,453 રેશનકાર્ડ ધરાવતા નાગરિકોને કુલ 12,11,110 લાભાર્થીઓને આયોજના હેઠળ વિવિધ સામગ્રીની સહાય આપવામાં આવી હતી. તેમ જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણની યાદીમાં જણાવાયું છે.