વોર્ડ નં. 11, 12, 13 નવલનગર વિસ્તારમા આવેલી તમામ પ્રાચીન ગરબીઓની બાળાઓને ભોજન બાદ લ્હાણી આપી આનંદોત્સવને વધાવાશે યુવા ભાજપ પ્રમુખ જયભાઇ બોરીચા: ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે
જે. માડી ગ્રુપ દ્વારા વોર્ડ નં 11,12,13 માં 16 વર્ષથી નીભાવવામાં આવતી પરંપરાનુ તા . 3 ઓકટોબર સોમવારે પુનરાવર્તન કરવામાં આવશે , શહેરના પ્રસીધ્ધ જે માડી ગ્રુપ દ્વારા વોર્ડ નં 13 ના યુવા ભાજપ પ્રમુખ તેમજ અન્ડ ખાંડેખા અને બોરીચા પરીવારનાં સભ્યો સાથે મળીને પ્રતીવર્ષ નવરાત્રીમાં વોર્ડ નં 13 માં આવેલી તમામ ગરબીઓની બાળાઓને ભોજન પ્રસાદ કરાવીને લહાણી વીતરણ કરે છે.
આ આયોજન છેલ્લા 16 વર્ષથી કરવામાં આવે છે. જેનાં ભાગરુપે આ વર્ષે પણ સોમવારે બાળાઓને ભોજન કરાવવામાં આવશે. ગુજરાતની આગવી પરંપરા છે કે કુંવારી કાને ભોજન કરાવી તેના આશીર્વાદ લેવા આ પરંપરાને જે માડી ગ્રુપનાં જયભાઇ બોરીચાએ જાળવી રાખી છે . આપણે ત્યા ઘેર પાંચ ગોરણીઓને જમાડીને તેને લહાણી આપીને રાજી કરવી એ કાર્યમાં પણ આખો પરીવાર એક સાથે કામે લાગી જાય છે .
ત્યારે અહીં તો 5100 બાળાઓને ભોજન કરાવવામાં આવશે. ત્યારે આ પવીત્ર કાર્યમાં પણ વોર્ડ નં 13 નાં યુવા ભાજપ પ્રમુખ જય બોરીચાનો અનોખો સહયોગ છે. સાથે માતાજીનાં આશીવાર્દથી જ આ કાર્યને શોભાવવામાં આવશે . તા. 3 ઓકટો . સોમવારે બપોરે 12 વાગ્યે બાળાઓને ભોજન પ્રસાદ કરાવવાનાં કાર્યક્રમનુ જે માડી 3/17 નવલનગર મવડી પ્લોટ ખાતે આયોજન કરાયુ છે . આ સુંદર કાર્યને પાર પાડવાની તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે .
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાં કાળ દરમ્યાન પણ એક સાથે બાળાઓને ભોજન કરાવવાનુ આ કાર્ય વણથંભ્ય રહયુ છે . જેને ફરી એક વાર વેગવંતુ બનાવવામાં આવશે .
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા , મેહુલભાઇ નાથાભાઇ બોરીચા , સંજયભાઇ નાથાભાઇ બોરીચા , વિજયભાઇ છગનભાઇ ખાંડેખા , સંજયભાઇ છગનભાઇ ખાંડેયા , મયુરભાઇ બાબુભાઇ ખાંડેખા , વિનય મેહુલભાઇ બોરીચા , સ્મીત સંજયભાઇ બોરીચા , અમિત બોરીચા જેસલ સંજયભાઇ બોરીયા સહીત સ્વ વિક્રમભાઇ છગનભાઇ ખાડેખા , સ્વ . વિક્રમભાઇ આહાભાઇ બોરીચાનાં આશીર્વાદ પણ પ્રાપ્ત થશે .